તમે વાયરાને અડક્યાં ને …

આજે જયંત દેસાઈ કૃત શબદ્ કાવ્યસંગ્રહમાં પ્રસ્તુત એક સુંદર ગીત માણીએ. મીતિક્ષા.કોમને પોતાના કાવ્યસંગ્રહ મોકલવા બદલ જયંતભાઈનો ખૂબ ખૂબ આભાર. તમે વાયરાને અડક્યાં ને ફુલોની દુનિયામાં મચી ગયો કેવો શોરગુલ વગડા પર અફવાનાં ધાડાંઓ ઉતરી પડ્યાં, કરો ભૂલ હવે તો કબૂલ. દરિયો ને શઢ અને આથમણી રુખ અને જળ અને મૃગજળનાં છળ, ભ્રમણાઓ લોઢ લોઢ […]

read more

દીકરી તો પારકી થાપણ કહેવાય

ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત […]

read more

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે

આ પવિત્ર પર્વદિવસોમાં આ સુંદર પ્રાર્થના સાંભળીએ. (આલ્બમ : પ્રાર્થનાપોથી-2; પ્રકાશક : સૂરમંદિર ) [Audio clip: view full post to listen] વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે. અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ. પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે, બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ […]

read more

એ દુઆ

મિત્રો, મીતિક્ષા.કોમ પરિવાર તરફથી સૌ વાચકોને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આજના પવિત્ર પર્વદિવસ નિમિત્તે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, જેમાં સૌને માટે અંતરના અંતરતમમાંથી કરાયેલ પ્રાર્થના, શુભેચ્છા અને દુઆનો ભાવ ભરેલો છે. આશા છે એ આપના મન-અંતરને સ્પર્શે. ઝળહળે પ્રત્યેક દિન તુજ, મઘમઘે એની પળો થા જિંદગીના બાગને મહેકાવનારો – એ દુઆ […]

read more

આંખોમાં હોય તેને શું?

મિત્રો, આજે એક મજાનું ગીત. એની પહેલી પંક્તિ જ મને ખુબ પ્રિય છે. દરિયામાં હોય એને મોતી કહેવાય પણ પ્રિયતમ વાટ જોતાં, એને મળવાના ઉન્મેષમાં, એના વિરહમાં, પ્રેમની વિવિધ અભિવ્યક્તિ સમયે આંખમાં આવતા આંસુઓને શું કહેવાય ? સાંભળો આ મજાનું ગીત સાધના સરગમના સ્વરમાં. (આલ્બમ – હસ્તાક્ષર) [Audio clip: view full post to listen] દરિયામાં […]

read more

મીરાં : બિનતી કરું દિન રૈન

NDTV Imagine (એન ડી ટીવી ઈમેજીન) પર છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ મીરાં સિરીયલ(સોમ-શુક્ર) ખુબ લોકપ્રિય બની છે. આમેય મીરાં મારા મન અને હૃદયને સ્પર્શે છે, એમ કહો કે એની પૂજા કરે છે, એમાંય વળી એના પરની આ સુંદર સિરીયલ – પછી તો કહેવું જ શું. જે રીતે નાનકડી મીરાંનું પાત્ર નવ વરસની આશિકા ભાટીયાએ […]

read more

પ્રીતમાં પાગલ થઈ ગઈ

(સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ) પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ […]

read more

પૂનમની રાત ઊગી

આજે શરદપૂનમ છે. ચંદ્રની નીતરતી ચાંદનીમાં અગાસીમાં બેસી દુધપૌંઆ ખાવાનો દિવસ. ખરેખર તો આજના ઘમાલિયા જીવનમાં આપણને નિરાંતે અગાસી પર બેસવાનો સમય જ નથી મળતો. કમ સે કમ શરદપૂર્ણિમાના નિમિત્તે આપણને ઉત્તરાયણની માફક આકાશ તરફ ઊંચે જોવાનો અમુલખ અવસર સાંપડે છે. પૂર્ણિમાના દિને સોળે કલાએ ખીલેલા ચંદ્રનું વર્ણન કરતા કવિઓની કલમ થાકી નથી. આજે અવિનાશભાઈ […]

read more

તમે પાછા ફરશો ક્યારે ?

મિત્રો, આજે બીજી ઓક્ટોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સત્ય અને અહિંસાના શસ્ત્રોથી બળવાન ગણાતી અંગ્રેજ સલ્તનતને ઝુકાવી, ભારતને સ્વતંત્ર કર્યું. અપાર લોકઆદર તો મેળવ્યો જ સાથે સાથે દુનિયાના ઈતિહાસમાં ભારતનું નામ અમર કર્યું. ગાંધીજી માત્ર એક સ્વચ્છ રાજકારણી જ નહોતા પણ સંત હતા, આધ્યાત્મિક મહામાનવ હતા. પ્રાર્થનામાં અને રામનામમાં તેમને અપાર વિશ્વાસ હતો. જીવનના અંત […]

read more
United Kingdom gambling site click here