હંસલા હાલો રે હવે

28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’  લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં […]

read more

દાડમડીના દાણા રાતાચોળ

મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો. (આલ્બમ – અમર સદા અવિનાશ, સ્વર – શિવાંગી) [Audio clip: view full post to listen] વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની. આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, […]

read more

ઉત્તર જાજો દખ્ખણ જાજો

આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર […]

read more

માણીગર મુરલીવાળો શ્યામ

આજે અમિત ત્રિવેદી રચિત એક ગરબો. મીતિક્ષા.કોમના વાચકો માટે એને મોકલવા બદલ અમિતભાઈનો આભાર. અમિતભાઈની વેબસાઈટની મુલાકાત લેવા અને વધુ ગરબાઓ સાંભળવા અહીં જુઓ [સ્વર – ધ્વનિત જોશી] [Audio clip: view full post to listen] માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ… ઓ શ્યામ… ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર રમતો લાગે છે અતિ […]

read more

જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો

આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે […]

read more

વિશ્વંભરી સ્તુતિ

આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ […]

read more

કેમ ? હું માણસ છું.

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં જેણે એક પણ ભૂલ ન કરી હોય તેવો કોઈ માણસ નહીં હોય. શૂન્ય પાલનપુરીનો શેર યાદ આવે છે જીવન એક માર્ગ છે, ને માર્ગમાં તો હોય ખાડા પણ, મુસાફર છું, પડું તો દોષ ના દેજો પતન માટે. ભૂલ થવી માનવસહજ છે, પણ વ્યક્તિની ખરી […]

read more

તમે રે તિલક રાજા રામના

ગુજરાતી સાહિત્યને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવી અમર કૃતિ ધરી જનાર રાવજી પટેલની એક વધુ લોકપ્રિય કૃતિ આજે માણીએ. જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની […]

read more

વિચિત્ર ન્યાય છે

જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં. [આલ્બમ – તારા શહેરમાં] […]

read more

ફરીથી એવી બહાર આવે

મિત્રો, કોઈના આગમનની પ્રતીક્ષા હોય ત્યારે પગ આપોઆપ ઉંબરા તરફ વળે છે. આવવાનો સમય થાય એટલે આપણે અધીરી આંખે વારેવારે ઘડિયાળ તરફ જોયા કરીએ, બારી બહાર, બારણાં તરફ કે આવવાના માર્ગ તરફ તાકી રહીએ છીએ. એ બેચેની અને બેકરારી મિલનની ઝંખના અહીં રજૂ થઈ છે. પ્રેમીના આંતરજગતનું વર્ણન કરતી શયદાની આ ગઝલ આજે માણીએ. જનારી […]

read more
United Kingdom gambling site click here