Archive for August, 2009

હું અમદાવાદનો રીક્ષાવાળો

Sunday, August 9th, 2009

તાજેતરમાં જ ટીવીએસ કંપનીની સુંદર દેખાતી નવી રીક્ષા બજારમાં મૂકવામાં આવી. પણ અહીં કાળી અને પીળી એવી રીક્ષાઓના જમાનાની અને રીક્ષાવાળાઓની વાત કરવી છે. એક જમાનો હતો જ્યારે રીક્ષાઓ નવીસવી માર્ગો પર ફરતી થઈ હતી. રીક્ષાવાળાઓ પોતાને રસ્તાના રાજ્જા સમજતા હતા અને જાણે ફાઈટર પ્લેન ચલાવતા ન હોય એટલી કુશળતા અને બહાદુરી(!) થી રીક્ષા ચલાવતા. [...]

અમ્મર રાખડી

Wednesday, August 5th, 2009

આજે રક્ષાબંધન-ભાઈબહેનના પવિત્ર પ્રેમનું પર્વ. આજે બેન ભાઈને હાથે રાખડી બાંધશે, ગળ્યું મોઢું કરાવશે અને બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષાનો સંકલ્પ કરશે. બ્રાહ્મણો આજે જનોઈ બદલશે અને સાગરખેડુઓ પોતાના દેવ એવા દરિયાદેવને અર્ઘ્ય આપશે અને સાગરમાં એમની રક્ષા થાય એ માટે પ્રાર્થના કરશે. ઈતિહાસ જોઈશું તો માલૂમ પડશે કે રાખડી માત્ર બહેન ભાઈને બાંધે એવું [...]

ચાલ, વરસાદની મોસમ છે

Sunday, August 2nd, 2009

વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? સાંભળો આ સુંદર રચના. ચાલ, [...]