Archive for July, 2009

મળે ન મળે

Wednesday, July 15th, 2009

અમદાવાદને અલવિદા કહી અમેરિકા (ન્યૂજર્સી) સ્થાયી થવા જ્યારે આદિલ મન્સૂરી નીકળ્યા ત્યારે વતનની સ્મૃતિઓ એમના હૃદયને કોરી રહી. સાબરમતી નદીના રેતીના પટમાં રમતું નગર, એ ઘર-ગલી અને રસ્તાઓ, વરસો જૂના લાગણીના ભીના સંબંધે બંધાયેલ પરિચિતોના હસતા ચહેરાઓ, વિદાય વખતે ટોળે વળેલ મિત્રો અને સ્વજનોને છેલ્લી વખત જોઈ લેવાનો, પછી કદાચ કદીપણ જોવા ન મળવાની સંભાવના [...]

કોણ ?

Sunday, July 12th, 2009

સૃષ્ટિના કણકણમાં ઈશ્વરનો વાસ છે એમ કહેવાયું છે. અહીં કવિ પ્રશ્નોની પરંપરા દ્વારા પ્રકૃતિમાં પથરાયેલ પરમાત્માના સ્વરૂપનું દર્શન કરાવે છે. શાળામાં ભણવામાં આવતી સુંદરમની આ સુંદર કવિતાને આજે માણીએ અને પરમાત્માના વિશ્વવ્યાપી રૂપનું ચિંતન કરીએ. પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ? કોણ બદલતું સંધ્યાકાશે પલપલ [...]

ઘેરાતી રાત તને યાદ છે?

Thursday, July 9th, 2009

ગુજરાતી સાહિત્યને અનેક યાદગાર રચનાઓ આપી થોડાં સમય પહેલાં જ અલવિદા કહી જનાર છ અક્ષરનું નામ રમેશ પારેખ. એમના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. અનોખા ભાવ-સંવેદનો દ્વારા વાચકને એક અનોખી દુનિયાનો અનુભવ કરાવતી એમની રચનાઓ વારંવાર વાંચવાની મજા પડે તો એને સૂરમાં મઢેલી સાંભળવામાં કેવો આનંદ થાય ? આજે એમની એવી જ એક [...]

કલરવની દુનિયા અમારી

Monday, July 6th, 2009

આંખ ભગવાનનું આપણને મળેલું વરદાન છે. પણ એની કીંમત શું છે તેની ખબર જ્યારે દૃષ્ટિ ચાલી જાય ત્યારે થાય છે. દેખ્યાનો દેશ જ્યારે જતો રહે છે ત્યારે કલરવની દુનિયા એટલે કે માત્ર સાંભળીને આસપાસની દુનિયાને મને કે કમને માણવી પડે છે. પછી ભોમિયા વિના ડુંગરાઓ ભમવાની જાહોજલાલી જતી રહે છે પરંતુ કર્ણથી કોઈના પગરવને તો [...]

મેં તજી તારી તમન્ના

Friday, July 3rd, 2009

આજે બેફામની સદાબહાર ગઝલ. જેનો મક્તાનો શેર મહેફિલોની રોનક બની ગઝલપ્રેમીઓના હોઠ પર સદા માટે ગણગણાતો રહે છે. જીવનની અલ્પજીવિતાને ઓછી મદિરા સાથે અને ક્ષણભંગુરતાને ગળતા જામ સાથે સરખાવી મરીઝે સુંદર સંદેશ ધર્યો છે. જીવનના રસને પીવામાં, એને માણવામાં ઉતાવળ કરવાની જરૂર છે. એ ક્યારે ખલાસ થઈ જાય એનો શું ભરોસો ? માણો આ સુંદર [...]