Archive for May, 2009

છેલ્લો કટોરો ઝેરનો

Saturday, May 30th, 2009

બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો [...]

બસ, આજ વરસ તું અનરાધાર

Wednesday, May 27th, 2009

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આજકાલ ચોતરફ કાળઝાળ ગરમી, ગરમ લૂ, બફારો, અને ઉકળાટનું સામ્રાજ્ય છે અને જીવસૃષ્ટિની મીટ આકાશ ભણી મંડાયેલી છે. ક્યારે વર્ષાઋતુનું આગમન થાય અને આમાંથી છૂટકારો થાય. પરસેવાના રેલા ચાલતા હોય ત્યારે ધોધમાર વરસાદની કલ્પના કેટલી મનભાવન લાગે ! પણ અહીં વરસાદની કલ્પના કેવળ વર્ષાની બૂંદો પૂરતી સીમિત નથી, બલ્કે [...]

હું ક્યાં કહું છું

Sunday, May 24th, 2009

મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ [...]

ગોકુળમાં કોણ હતી રાધા?

Thursday, May 21st, 2009

રાધા અને કૃષ્ણ સનાતન સ્નેહની પ્રતિમા બનીને ઘેરઘેર પૂજાય છે. એમના દિવ્ય અલૌકિક પ્રેમનું વર્ણન કરતાં કવિઓ થાકતા નથી. રાધા માટે તો કૃષ્ણ કેવળ પ્રિયતમનું નામ નહોતું પણ હૈયે ને હોઠે ગૂંજતો નાદ હતું, શ્વાસની આવનજાવન હતી, જીવન સર્વસ્વ હતું. પણ જો કોઈ કા’નને પૂછે કે રાધા કોણ હતી તો કા’ન શું જવાબ દે ? [...]

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં

Monday, May 18th, 2009

મિત્રો આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ). [ [...]