મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. પ્રત્યેક વ્યક્તિના હૈયામાં પોતાના પ્રિયતમને મળવાની ઝંખના હોય છે. એ પછી રાધાના હૈયામાં કૃષ્ણને માટે હોય, મીરાંના હૈયામાં શ્યામને માટે કે સીતાના હૈયામાં રામને માટે. અહીં સનાતન મિલનની એવી ઝંખનાને શબ્દોનું રૂપ મળ્યું છે. સાંજનો અર્થ કેવળ સૂર્યનું આથમવું નથી પણ યુવાનીના દિવસોનું વીતી જવું છે. […]