Archive for March, 2009

પાછો વળી જવાનો

Wednesday, March 11th, 2009

હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો. પાષાણ સમ હૃદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો. એવી ખબર છે આવી, તું નીકળી નદી થઇ, દરિયાની એટલે હું ખારાશ પી જવાનો. તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે, મારા સિવાય કોને, હું છેતરી જવાનો? હું છું જ [...]

આવી ગઈ હોળી

Tuesday, March 10th, 2009

મિત્રો, આજે હોળી છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. આદીવાસીઓને માટે એ ખાસ તહેવાર ગણાય છે. કામ કરવાવાળા મજૂરો આ સમયે પોતાના ગામ પંદર વીસ દિવસની રજા લઈને ચાલ્યા જાય છે. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી [...]

જિંદગીનો મર્મ

Monday, March 9th, 2009

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે, એ વિનાની સર્વ વાતો તર્ક છે. ગાલ પર ખંજનો હોતાં હશે ? એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે. શેર ઉપર વાહ જો એની મળે, એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે. હોઠ તારા એ જ છે પણ તે છતાં નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે. હું તને વાંચું નહીં તો [...]

એકડો સાવ સળેખડો

Sunday, March 8th, 2009

મિત્રો, આજે એક મજાનું બાળગીત સાંભળીએ. નાનાં હતાં ત્યારે એકડા બગડાની દુનિયામાં રમતાં હતા. મોટેરાંઓ આપણને કેટલી સુંદર રીતે આંકડાઓ શીખવતાં હતા. દાદીમાની વારતાઓમાં કેટલાં મધુરાં પાત્રો હતાં. જાણે વારતાની જ દુનિયા હતી અને આપણે માટે એ વારતાઓ હકીકત હતી. તે સમયે એમાં જ આનંદ લાગતો. હવે મોટાં થતાં, વાસ્તવિકતાની ધરતી પર કદમ મૂકતાં સાચી [...]

તકિયાકલામ છે

Saturday, March 7th, 2009

  સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે, આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે. મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે. પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે, આંખોમાં તારી ઊગશે એને સલામ છે ! પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું, સપનામાં તારા આવીને, મારે શું કામ છે ? નક્કી [...]