Archive for March, 2009

તું કાળી ને કલ્યાણી રે મા

Tuesday, March 31st, 2009

જુદા જુદા યુગમાં શક્તિ સ્વરૂપે પ્રકટીને માતાજીએ અદભુત લીલા કરી છે – ક્યારેક શિવજીની સાથે પાર્વતી બની, ક્યારેક હરિશ્ચંદ્રની પત્ની તારામતી બની, ક્યારેક ભગવાન રામ સાથે માતા સીતા બની તો વળી પાંડવોને ત્યાં દ્રૌપદી બની. શક્તિના મહિમાની એ કથાઓને આ ગરબામાં વણી લેવામાં આવેલી છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે માનો પ્રસિદ્ધ [...]

સજા કરે કોઈ

Monday, March 30th, 2009

મિત્રો, આજે બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. પ્રેમ એક એવો સંબંધ છે જેને કોઈ લેબલની જરૂર નથી પડતી. પ્રેમ એ જ સૌથી મોટું લેબલ છે. લોકો પ્રેમમાં પડેલા વ્યક્તિને પૂછે છે કે એની સાથે તમારો શું સંબંધ છે ? … તો જવાબ શું હોય ? શું ઝાકળને ફુલ સાથે કોઈ સંબંધ છે ? શું મેઘને [...]

પ્રિયતમ, તને મારા સમ

Sunday, March 29th, 2009

મિત્રો, આજે મુકુલ ચોકસી રચિત એક સુંદર પદ નૂતન અને મેહુલ સુરતીના સ્વરમાં સાંભળીએ. [સંગીત: મેહુલ સુરતી] [Audio clip: view full post to listen] પ્રિયતમ… મારા પ્રિયતમ… તું ક્યાં છે કહે, તને મારા સમ… હૈયાથી હોઠોના રસ્તા પર અટકીને ઊભી છે આ સફર ચાલે નહીં, આગળ કદમ તું ક્યાં છે કહે, તને મારા સમ… ઓ [...]

સિક્કો ખોટો નીકળ્યો

Saturday, March 28th, 2009

આદિલ મન્સૂરીની પ્રસ્તુત ગઝલમાં ઘણી સુંદર વાત રજૂ થઈ છે. જીવનભર જે સંબંધોને આપણે સાચવવા મથીએ છીએ એ બધાં જ અંતિમ શ્વાસ આવતાં તકલાદી નીવડે છે. જીવે એ સૌને છોડીને ચાલી નીકળવું પડે છે. એવી જ રીતે ઈચ્છાઓના મૃગજળ પાછળ દોડતા રહીએ છીએ પરંતુ એ માયાજાળમાં રહ્યા પછી પણ હાથ કાંઈ આવતું નથી અને ઈચ્છાઓની [...]

હવે મંદિરના બારણા ઉઘાડો

Friday, March 27th, 2009

મિત્રો આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રિનો મહિમા વધુ ગણાય છે, એ દિવસોમાં ઠેકઠેકાણે ગરબાનો મહોત્સવ થાય છે. પરંતુ દેવીની ઉપાસના કરનાર માટે ચૈત્ર નવરાત્રિનું પણ આગવું મહત્વ છે. તો આપણે આજે માતાજીના મહિમાનું ગાન કરવાની સાથે સાથે નવરાત્રિના આરંભે એમને એમના મંદિરના બારણાં ઉઘાડવાની પ્રાર્થના કરીએ. [Audio clip: view full [...]