Archive for February, 2009

પ્રતિક્ષાનો માણસ

Saturday, February 28th, 2009

મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. મઝધારમાં છે, કિનારાનો માણસ ધરા પર સૂતો છે, મિનારાનો માણસ દિવસરાત ખેલી રહ્યો છે અકારણ એ હાથે ખુદાના, મદારીનો માણસ. સજળ નેત્ર રાખીને જીવી રહ્યો છે ધરા પર બિચારો સરિતાનો માણસ ! જરા દુઃખ જોઈને રોઈ પડે છે, એ ટપકતો કલમથી, કવિતાનો માણસ વિધાનો વિધિના બદલવાને કાજે પુરુષાર્થરત છે, [...]

જીવનની શરૂઆત હતી

Friday, February 27th, 2009

ભતૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે ભોગોને ભોગવતાં ભોગવતાં અમે જ ભોગવાઈ ગયા. અર્થાત્ જીવનની પરિસમાપ્તિ થવા આવી પણ ભોગથી તૃપ્તિ ન થઈ. જીવનમાં માણસની સાથે પણ આવું જ કંઈ બને છે. નાનપણમાં ઢીંગલા-ઢીંગલી રમતા હોય છે. એ બાળપણની પહેલી પ્રીત હોય છે. ઢીંગલી છૂટી જાય પછી યુવાનીમાં પ્રેયસી સાથે પ્રીત મંડાય છે. એ પણ [...]

અણસારનો દીવો

Thursday, February 26th, 2009

લહેરે થીજી ગયેલું ઝરણ ખળ ખળે નહીં શોધું છું કયાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેલ રાત્રિઓ ઉદાસીની છતાં કયાં ઢળે નહીં આવા બુરા દિવસ છે તમારા ગયા પછી બોલ્યા કરુ ને અર્થ કશો નીકળે નહીં ખોવાયાં છે આપણે કયાં, કેમ શોધશું ? અણસારનો દીવો કોઇ રસ્તે બળે નહીં. રસ્તો [...]

દૂરતા કોઈ વખત મોંઘી પડી

Wednesday, February 25th, 2009

પ્રિય વ્યક્તિનો વિયોગ સાલે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક વાર નીકટ રહેવાથી નીપજતી પરિસ્થિતિ એટલી કરુણ અને દર્દનાક હોય છે કે આપણને એમ થાય કે એના કરતા તો દૂર રહેલા સારા. યાદ આવે છે પેલી પ્રસિદ્ધ પંક્તિઓ … સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. આ [...]

ખાલી થયેલું તળાવ

Tuesday, February 24th, 2009

છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે. ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે. શબ્દોને કોઇ બાનમાં પકડી ગયું કે શું ! જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે. લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઇ, સહુ ચિત્ર જોઇ બોલ્યાઃ ગજબનો ઉઠાવ છે. આ કાચબાપણાનું હવે શું થશે કહો ! ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે. સાહેદી અંધકારની [...]