કરામત કરી છે

અમૃત ઘાયલની એક રચના મનહર ઉધાસના સ્વરમાં. [આલ્બમ: આવકાર] [Audio clip: view full post to listen] જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું, ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું. * જીવન સ્વપ્ન છે એ જ […]

read more

દરિયો ભરાય મારી આંખમાં

દરિયાના પાણીની છાલક લાગે ને પછી દરિયો ભરાય મારી આંખમાં, દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં. લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે, ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે, ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં. ઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને […]

read more

ભોમિયો ખોવાયો

જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં. [આલ્બમ: અમર સદા અવિનાશ] [Audio clip: view full post […]

read more

મા

માતાની મમતાળુ ગોદ આગળ વિશ્વના બધા વૈભવો તુચ્છ છે. જ્યારે માનો આશીર્વાદ આપતો વરદ હસ્ત કે હસતો ચહેરો માત્ર ફોટામાં મઢાઈ જાય છે ત્યારે જે વિવશતા એના સંતાનો અનુભવે એને વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. ખુબ સરળ શબ્દોમાં મા વિશે એવી કેટલીય અદભૂત લાગણીઓ અભિવ્યક્ત કરતી આ સુંદર ગઝલ આજે માણીએ. રોજ ખરચાતી રહી છે […]

read more

ધરા જરી ધીમી થા

ઉનાળાની તાપથી તપ્ત ધરતી એના સાજન એવા મેહુલાની રાહ જોતી હોય છે. જ્યારે રુમઝુમ કરતા મેઘરાજાનું આગમન થાય ત્યારે એનો આનંદ સમાતો નથી. પણ અત્યારે વરસાદની વાત ક્યાંથી યાદ આવી ? ભારતમાં તો શિયાળો ચાલી રહ્યો છે પણ લોસ એન્જલસની ક્ષિતિજ પર ઘનઘોર વાદળો દેખાઈ રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો અને હજુ પડવાની આગાહી છે. […]

read more

સૈનિકોની સ્મૃતિમાં

આજે 26મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ વાચકોને શુભેચ્છાઓ. (દેશભક્તિના ગીતો સાંભળવાનું ચુકશો નહીં.) સ્વતંત્રતાની સુરક્ષાને માટે મન મૂકીને લડનારા શૂરા સૈનિકોની સ્મૃતિમાં આપણે બીજું તો શું કરી શકીએ ? પરંતુ એમને આદરપૂર્વકના અનુરાગની અંજલિ અવશ્ય આપીએ. હિમાલય પર્વત પરની પ્રતિકૂળ પરિસ્થિતિમાં, શત્રુની સામે એ હસતાં હસતાં લડ્યા, ઝૂઝ્યા, ને મર્યા કે બલિ બન્યા. […]

read more

નજરમાં આવું તો કે’જે

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને […]

read more

છાનું રે છપનું

પરણીને સાસરામાં ગયેલી નવીસવી કન્યાને પોતાના પતિને મળવાના અરમાન હોય પરંતુ નાનાશા ઘરમાં સાસુ અને નણંદની નજરને ચુકાવીને મળવું કેવી રીતે ? છાનીછપની રીતે મળવાની કોશિશ કરે પરંતુ પગમાંની ઝાંઝર ચાડી ખાઈ જાય એની વિમાસણમાં પડેલી આ નવોઢાના મનોભાવોને વ્યક્ત કરતું સુંદર ગીત સાંભળો. [Audio clip: view full post to listen] [Audio clip: view full […]

read more

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં […]

read more

સંગાથે સુખ શોધીએ

અડધું અમેરિકા અત્યારે શીતલહરમાં સપડાયેલું છે. કુદરતે ચારે તરફ સફેદ ચાદર બિછાવી દીધી છે. એવે સમયે તન-મનને તરબતર કરી દે તેવું આ હૂંફાળું ગીત. સહજીવનના સોનેરી શમણાંઓની સળીઓને એકઠી કરી મધુર માળો રચવાની કલ્પના જ કેટલી સુંદર છે. સપનાંની રજાઈ ઓઢી માણો મધુર કંઠ અને સંગીતનો સુંદર સ્પર્શ કરાવતું આ યુગલગીત. [આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: આરતી […]

read more
United Kingdom gambling site click here