Archive for December, 2008

યાદનું પીંછુ

Sunday, December 21st, 2008

અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે – આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે – બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું? જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે – અટકી ગયેલી વાત ના આગળ વધી શકી. મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે? [...]

ઢિંગલી મેં તો બનાવી

Saturday, December 20th, 2008

સૌના બાળપણની સખી એટલે ઢિંગલી. બાળકો પોતાની પ્યારી ઢિંગલી સાથે ન જાણે કેટકેટલી અને કેવી મજાની વાતો કરતા હશે. એમને માટે તો એમની ઢિંગલી એટલે એમનું આખુંય વિશ્વ. બાળકોના એ અનેરા ભાવજગતની ઝાંખી કરાવતું આ સુંદર બાળગીત આજે સાંભળીએ અને આપણા બચપણના સોનેરી દિવસોને યાદ કરીએ. ઢિંગલી મેં તો બનાવી મઝાની તૈયાર એને હવે કરવાની. [...]

અધૂરી હોય છે

Friday, December 19th, 2008

  આમ તો હરદમ હજૂરી હોય છે, આપણાં મનમાં જ દૂરી હોય છે. મૌનની સરહદ વટાવી જાવ તો, શબ્દ સઘળા બિનજરૂરી હોય છે. ને પછી ઊગે છે સૂરજ આંગણે, પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે. ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર, રણની વચ્ચે પણ ખજૂરી હોય છે. દૂર બેઠા યાદ આવે છે સતત, પાન પણ [...]

તમારાં અહીં આજ

Thursday, December 18th, 2008

આજે ગનીચાચાની એક સદાબહાર રચના બે સ્વરોમાં – મનહર ઉધાસ અને સ્વ. હેમંત કુમાર. તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં [...]

સખી !

Wednesday, December 17th, 2008

દૂર સાગરમાં અવશ સરતા, સખી ! પત્રનાં તરણે અમે તરતા, સખી ! આમ તો ખાલી બધું તારા વિના, પત્રથી પળને અમે ભરતા, સખી ! હર સવારે ફૂલ ખીલે જે કશાં, પત્ર ના’વે તો તરત ખરતા, સખી ! જાગતી રાતે જગત ઊંઘે તદા – પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી ! પત્રને આધાર ટકતો પ્રાણ આ, [...]