Archive for December, 2008

રામ સભામાં અમે

Wednesday, December 31st, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે [...]

ઉદય જોઈને ચંદ્રનો

Tuesday, December 30th, 2008

આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઈને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે
સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે;
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !
જલધિજલદલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહી સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ [...]

મેરુ તો ડગે

Monday, December 29th, 2008

વીજળીના ચમકારે મોતીડા પરોવો - એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં [...]

ઉમર ખૈયામની રુબાઈઓ - 4

Sunday, December 28th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ સમયાંતરે પ્રસ્તુત [...]

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના

Saturday, December 27th, 2008

જીવનભર જેને લોકોએ માન-સન્માન ન આપ્યું હોય, માંદા થયા હોય તો કદી ખબર જોવા જવાની તસ્દી ન લીધી હોય એવી વ્યક્તિનું મોત થાય ત્યારે લોકો એની શોકસભા ભરે, એના વિશે સારી સારી વાતો કરે, એ કવિને ખટકે છે. એથી એ કહે છે કે કમ સે કમ એ રીતે મરણનું મૂલ્ય જીવનથી વધુ લાગ્યું. મનહર ઉધાસને કંઠે ગવાયેલી [...]