Archive for November, 2008

સ્વ. રાવજી પટેલ

Saturday, November 15th, 2008

[ આજે પંદરમી નવેમ્બર, સ્વ. રાવજી પટેલનો જન્મદિવસ. ગુજરાતી સાહિત્યને 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' જેવી અમર કૃતિ આપી જનાર ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર ૨૮ વર્ષ ૯ માસની વયે નિઃશબ્દ થયો. તો આજે રાવજી પટેલના જીવન અને કવન વિશે જાણીએ. આ લેખ મોકલવા બદલ શ્રી રઘુભાઈનો હૃદયપૂર્વક આભાર.] ડાકોરથી એક કાચી સડક જાય [...]

ચકીબેન ચકીબેન

Friday, November 14th, 2008

આજે 14 નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. તેમને બાળકો પ્રિય હતા તેથી એ દિવસ બાળદિન તરીકે પણ ઉજવાય છે. તો આજે બાળકો માટે એક ગીત. જો કે આપણા બધામાં એક બાળક છૂપાયેલ છે એથી આ બાળગીતો આપણને આપણા બાળપણના સોનેરી દિવસોમાં લઈ જાય છે. ચકલી, પોપટને ઝાડ પર બેઠલાં જોવાની, કોયલને કૂ કૂ [...]

બંધ બારણે ટકોરા

Thursday, November 13th, 2008

શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ [...]

મને દેખાય છે

Wednesday, November 12th, 2008

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે; તું નયન સામે નથી તોપણ મને દેખાય છે. જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે; કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે. એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે; શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે. આવ મારાં આંસુની થોડી ચમક આપું [...]

એક જ દે ચિનગારી

Tuesday, November 11th, 2008

આજે એક સુંદર પ્રાર્થનાગીત. નાનાં હતાં ત્યારથી આ પ્રાર્થનાના શબ્દો કાનમાં ગૂંજતા થયેલા અને હજુ આજેય એ એટલા જ મધુરા લાગે છે. ગુજરાતી પ્રાર્થનાગીતોમાં અદકું સ્થાન ધરાવતી હરિહર ભટ્ટની આ રચનાને આજે સાંભળો. [આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક - સૂરમંદિર ] એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી, [...]