Archive for November, 2008

મા મને કોઈ દી સાંભરે નૈ

Tuesday, November 25th, 2008

ઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે [...]

કમાલ કરે છે

Monday, November 24th, 2008

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી [...]

જંગલો

Sunday, November 23rd, 2008

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો, મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ? કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો ! જો તું નથી તો અહીં કોઈ પણ નથી, તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો. સૂકું જો ખરે પાન તો એની ખબર પડે, વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો. [...]

માણસ ઉર્ફે

Saturday, November 22nd, 2008

માણસ શું છે ? માણસ નામની આ ઘટનાને જુદી જુદી વ્યક્ત કરી શકાય એમ છે. ક્યાંક એ રેતી બની વિખેરાતો હોય છે, ક્યારેક સમંદર બની લહેરાતો હોય છે, ક્યારેક કોઈની યાદમાં ખોવાઈ ગયેલો હોય છે. એની આંખોમાં સમયના વિવિધ રંગો ખુલ્લી બારીમાં પલટાતાં દૃશ્યોની જેમ પલટાતાં રહે છે. નયન દેસાઈની આ કૃતિ એના શબ્દલાલિત્યને લીધે સુંદર [...]

પરિચય થવા લાગે

Friday, November 21st, 2008

  બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે. અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં, પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે. રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું, અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે. હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ? ભરેલો જામ ફૂટે ને [...]