Press "Enter" to skip to content

Day: November 1, 2008

નૈયા ઝૂકાવી મેં તો


આજે સાંભળો એક સુંદર અને મનભાવન પ્રાર્થનાગીત.
*
આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર

*
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો

[ફરમાઈશ કરનાર મિત્ર – ડૉ. હીતેશ ચૌહાણ]

12 Comments