Archive for October, 2008

મને એકલા મળો

Monday, October 27th, 2008

તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં ઉન્હા ઉજાગરાની પ્યાસ. આંખો મીંચાય, પછી શમણું ઊગે એ તો નીંદરમાં બાવળની શૂળ; ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં વાયદાના ભાંગેલા પુલ : એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ કે તમે મળવામાં આટલા ઉદાસ ! ધોધમાર [...]

એકવાર યમુનામાં

Sunday, October 26th, 2008

[ આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: પરેશ ભટ્ટ, સ્વર: શ્યામલ મુન્શી ] [Audio clip: view full post to listen] એક વાર યમુનામાં આવ્યું’તુ પૂર, મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…એક વાર પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો; એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો, ફળિયામાં, [...]

એમ પણ બને

Saturday, October 25th, 2008

શાંતિની ઝંખનામાં માનવ બહાર ફાંફા માર્યા કરે છે, પણ ખરેખર તો શાંતિ પોતાની અંદર રહેલી છે. અહીં ખૂબ સુંદર રીતે કહેવાયું છે કે જે શોધવામાં આખી જિંદગી પસાર થાય એ પગની તળે હોય એમ પણ બને. આપણે ત્યાં કહેવત છે કે કાખમાં છોકરું અને ગામમાં શોધે .. તે આનું નામ. પકડો કલમ ને કોઈ પળે [...]

મંઝિલને ઢૂંઢવા

Friday, October 24th, 2008

ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ચરાતિ ચરતો ભગઃ । અર્થાત્ ફરે તે ચરે ને બાંધ્યો ભૂખે મરે. પ્રગતિ કરવી હોય તો સાહસ કરવું પડે, માદરે વતન છોડીને નવી દિશાઓમાં પગ માંડવા પડે. ગુજરાતની પ્રગતિનું એક કારણ આ સંદેશને આત્મસાત કરી ગુજરાત છોડી વિશ્વભરમાં પોતાના સાહસ, સૂઝ અને મહેનતને બળે સ્થિર થયેલા ગુજરાતીઓનું પીઠબળ છે. જેની એકેક [...]

વીણેલાં મોતી – 2

Thursday, October 23rd, 2008

આપણા દરેકમાં આપણા માતાપિતા સૂક્ષ્મ રૂપે જીવતા હોય છે. એમના તરફથી આપણને ન માત્ર રૂપ અને આકાર મળે છે પરંતુ સંસ્કાર, શોખ અને જ્ઞાનનો ખજાનો પણ જાણ્યે-અજાણ્યે મળે છે. આ વેબસાઈટ શરૂ થઈ તો પપ્પાએ એમની 1950-1975 સુધી લખેલી ડાયરીઓ કાઢી અને એમાંના કેટલાક ચૂંટેલા શેર અને મુક્તકો મોકલાવ્યા. આજે એ અહીં રજૂ કર્યા છે. [...]