Archive for October, 2008

સરદાર પટેલ

Friday, October 31st, 2008

આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલનો જન્મદિન. વલ્લભભાઈ પટેલ કે જેને ભારત સરદારના નામે ઓળખતું થયું તે માત્ર ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી જ ન હતા પણ સાચા અર્થમાં ભારતનું નેતૃત્વ સંભાળનાર સરદાર હતા. અંગ્રેજ સરકારે જ્યારે ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યું ત્યારે એકલો ભાગલાનો પ્રશ્ન જ નવા જન્મેલ રાષ્ટ્રને ભેટ નહોતો આપ્યો પરંતુ ભારતના [...]

પાર જઈએ

Thursday, October 30th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. થોડા દિવસો પહેલાં ભારતે ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ કર્યું અને 2015 સુધીમાં ચંદ્ર પર માનવી ઉતારવાનું ભારતનું સ્વપ્ન છે. એ હકીકત બને ત્યારની વાત ત્યારે. પણ કલમના માધ્યમથી તો સૂરજ અને ચાંદની પારના પ્રદેશમાં અવશ્ય જઈ શકાય. એના પર ક્યાં પાબંદી છે…  માનવ તરીકે આપણે ક્યાં જવાનું છે [...]

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

Wednesday, October 29th, 2008

સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં – પ્રથમ સ્વર – મુકેશ, બીજું આલ્બમ – પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર . મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ [...]

શુભ દિપાવલી

Tuesday, October 28th, 2008

પ્રિય વાચકમિત્રો, સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. દિવાળીના દીવડાઓ તમારા અંતરને ઝગમગાવે … આંગણે પૂરેલા સાથિયાઓ મિત્રો અને સ્નેહીઓ વચ્ચે આત્મીયતાને વિકસાવે દિવાળી માત્ર ફટાકડા અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને એવી હાર્દિક શુભેચ્છા. આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ, કોઈક મૂરઝાયેલાં [...]

દિલમાં દીવો કરો

Tuesday, October 28th, 2008

આજે દીવાળી છે એથી સૌ વાચકોને શુભ દિપાવલી. ચૌદ વરસના વનવાસ પછી રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા તેથી સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા. એ પછી દીવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરિપાટી શરૂ થઈ. પણ આ ગીતમાં ભક્ત કવિ રણછોડ કહે છે કે સાચો દીવો ત્યારે થયો ગણાય જ્યારે દીલનું અંધારું મટી જાય, આત્માની ઓળખ થાય, [...]