દિલની જબાનમાં
Thursday, August 21st, 2008સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજો ન આપ ફરી દરમિયાનમાં. એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા ! જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં. કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને, શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં. એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ, સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં. એનો હિસાબ થાશે કયામતના દિવસે, [...]
