Archive for August, 2008

ઉમર ખૈયામની રુબાઈઓ - 1

Tuesday, August 26th, 2008

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું [...]

તને મારા સોગંદ

Monday, August 25th, 2008

હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
[Audio clip: view full post to listen]
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે [...]

ક્યાં ગયા ?

Sunday, August 24th, 2008

આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આજે જનમાષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય અને અધર્મનો વ્યાપ વધી જાય ત્યારે પોતે ધર્મની સ્થાપના અને સજ્જનોના પરિત્રાણ માટે જન્મ લેશે. પણ આજે જગતમાં દુઃખ, દર્દ, પીડા ને પરિતાપો વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મૌન થઈ મોહક [...]

ત્યાં જ ઉભો છું

Saturday, August 23rd, 2008

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના [...]

છેલાજી રે

Friday, August 22nd, 2008

આજે સૌને ગમતું ગીત મૂકું છું. આ ગીત સાંભળ્યું ના હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. ગીતમાં પ્રેમની અભિવ્યક્તિ માટે પરણેતર પોતાના પિયુને પાટણથી પટોળાં લાવવાનું કહે છે. કદાચ તે સમયે તે ખૂબ મોંઘા હશે અને પહેરવેશ તથા શૃંગારની દુનિયાનું નજરાણું હશે. તો ચાલો માણીએ અવિનાશભાઈની અસંખ્ય અમર કૃતિઓમાંની આ એકને.
[સ્વર : સોનાલી બાજપાઇ; આલ્બમ : તારી આંખનો અફીણી ]
[Audio [...]