Archive for August, 2008

ક્યાંથી ગમે ?

Sunday, August 31st, 2008

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી [...]

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

Saturday, August 30th, 2008

નરસિંહરાવ દિવેટીયાનું અમર સર્જન એટલે આ પ્રાર્થના. ગુજરાતની લગભગ બધી જ સ્કુલમાં આ પ્રાર્થના ક્યારે ને ક્યારે ગવાઈ હશે અને હજુ પણ ઘણી સ્કુલોમાં ગવાતી હશે. પ્રાર્થનાના શબ્દો અને ભાવ હૃદયંગમ છે. માણો આ મધુરી પ્રાર્થના એટલા જ મધુરા સ્વરમાં.
[ આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક - સૂરમંદિર ]
[Audio clip: view full post to listen]
પ્રેમળ જ્યોતિ તારો [...]

સજન મારી પ્રિતડી

Friday, August 29th, 2008

ઘણાં ઘણાં વરસો પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મ જોયેલી જેમાં જીગર અને અમી (ફિલ્મના નાયક અને નાયિકા) ની જોડી બતાવવામાં આવી હતી. એ ફિલ્મનું નામ તો યાદ નથી પણ આ સુંદર ગીત યાદ રહી ગયેલું. મારી જેમ વાચકોને પણ એ ગમશે એવું માની આજે તેને પ્રસ્તુત કરું છું.
સ્વર : સુમન કલ્યાણપુર, મુકેશ
[Audio clip: view full [...]

બબાલ

Thursday, August 28th, 2008

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.
એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને [...]

રજની તો સાવ છકેલી

Wednesday, August 27th, 2008

કવિ કાલિદાસના મેઘદૂતમાં કુબેરના શાપને કારણે પોતાની પ્રાણપ્યારી પ્રિયાથી વિખૂટો પડેલ યક્ષ મેઘ મારફત પોતાની પ્રિયાને સંદેશ મોકલે છે. યક્ષપત્ની પણ વિરહમાં ઝૂરી રહી છે. રાત્રિના આગમન સાથે મિલનની ઝંખનામાં બાવરી બનેલી યક્ષપત્નીના મનોભાવોને સુંદર રીતે અભિવ્યક્ત કરતું આ ગીત ગુજરાત લૉ સોસાયટીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેઘદૂત નૃત્યનાટિકાના ભાગરૂપે રજૂ થયેલ. માણો આ  સુંદર રચના બંસરી યોગેન્દ્રના મોહક [...]