Archive for July, 2008

છેલ્લું પ્રવચન

Saturday, July 26th, 2008

આજે સવારે ડૉ. રેન્ડી પોઉશનું અવસાન થયું. ઘણાં લોકોએ ડો. રેન્ડી પૉઉશનું નામ નહીં સાંભળ્યું હોય. અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અધ્યાપન કરાવતા આ પ્રોફેસરને કેન્સર થયાનું નિદાન થયું. ત્રણ સંતાનોના પિતા એવા ડૉ. પોઉશ અસાધ્ય કેન્સર હોવા છતાં નિરાશ કે નાહિંમત ન થયા, પરંતુ બીજા લોકોને જીવનની પ્રેરણા દેતા ગયા. એમની [...]

મૃત્યુ

Saturday, July 26th, 2008

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ] બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને, ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ, સમસ્ત [...]

બુદ્ધ

Friday, July 25th, 2008

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ ને કહ્યું તારી હયાતિ તો સ્વયં એક યુદ્ધ છે જેને તે ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે ! જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે, એટલે અહીં [...]

એક રજકણ સૂરજ થવાને શમણે

Thursday, July 24th, 2008

[સ્વર: લતા મંગેશકર] [આજે ઘણાં વરસો પહેલાં સાંભળેલું અને મનમાં વસી ગયેલું ગીત રજૂ કરું છું. અહીં રજકણના રૂપકમાં માનવીની અભિલાષાઓ વ્યક્ત થઈ છે. દરેક વ્યક્તિને ઉપર ઉઠવાના, આગળ વધવાના અરમાન હોય છે, પરંતુ એમના ઓરતા અધૂરા રહી જાય છે. માનવીય ઝંખનાઓની સુંદર અભિવ્યક્તિ વિવિધ રૂપકો દ્વારા કરવામાં આવી છે. ] એક રજકણ સૂરજ થવાને [...]

સંબંધ

Wednesday, July 23rd, 2008

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ ને આમ તમે આંખોને કરી દીધી અંધ તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું. હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી અછાંદસ જેવો છે [...]