Press "Enter" to skip to content

Day: July 24, 2008

એક રજકણ સૂરજ થવાને શમણે


આજે ઘણાં વરસો પહેલાં સાંભળેલું અને મનમાં વસી ગયેલું ગીત રજૂ કરું છું. અહીં રજકણના રૂપકમાં માનવીની અભિલાષાઓ વ્યક્ત થઈ છે. દરેક વ્યક્તિને ઉપર ઉઠવાના, આગળ વધવાના અરમાન હોય છે, પરંતુ એમના ઓરતા અધૂરા રહી જાય છે. માનવીય ઝંખનાઓની સુંદર અભિવ્યક્તિ વિવિધ રૂપકો દ્વારા કરવામાં આવી છે.
*
સ્વર: લતા મંગેશકર

*
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

7 Comments