Archive for July, 2008

સારી નથી હોતી

Thursday, July 31st, 2008

સ્વર : મનહર ઉધાસ [ દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય છે. ખુદાના આ અન્યાય સામે બેફામ અકળાઈ [...]

મંદિરના ઈશ્વરને …

Wednesday, July 30th, 2008

[ અછાંદસ રચનાઓના માધ્યમથી અવનવિન ભાવજગત સર્જવા માટે જાણીતા કૃષ્ણ દવેની આ સુંદર રચના એક અનોખા વિરોધાભાસને પ્રગટ કરે છે. મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સેવાપૂજા થાય, એને ભોગ ધરાવાય, રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય ... પરંતુ મંદિરની બહાર વાસ્તવિક જગત કેવું છે એ તો સહુ જાણે છે. કવિએ એ વૈષમ્યને અનોખી રીતે ધાર કાઢી વાચા આપી છે. ] મંદિર [...]

લગાવ

Tuesday, July 29th, 2008

[ ઉંમર વધે એટલે પ્રેમ ઘટવો નહિ પણ મજબૂત બનવો જોઈએ, જેમ વૃક્ષના મૂળ સમય જતાં ઉંડા જાય તે રીતે. એકમેકના સાચા સાથીદાર હોવું એ પ્રસન્ન અને મધુર દામ્પત્ય જીવનની નિશાની છે. વાળ ધોળા થયા પછી પ્રૌઢાવસ્થાએ પાંગરતા પ્રેમની અનેરી મીઠાશ વર્ણવતી સુરેશ દલાલની આ કૃતિ માણવા જેવી છે. ] ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું: [...]

સાચવીને રાખજો

Monday, July 28th, 2008

[ સ્વરઃ મનહર ઉધાસ ] [ પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની [...]

મને એ જ સમજાતું નથી

Sunday, July 27th, 2008

[ સ્કૂલમાં આ ભણવામાં આવતી હતી ત્યારની મનમાં વસી ગઈ હતી. આ કૃતિની રચનાને વરસો વીતી ગયા છે પણ એમાં ઉઠાવેલા બધા જ પ્રશ્નો આજે પણ એટલા વાસ્તવિક છે, કદાચ પહેલાં કરતાંય વધુ. આ કૃતિની એ વિશેષતા છે. સામાજિક વૈષમ્ય અને નસીબની બલિહારી પણ એમાં છતી થાય છે. શું આ સ્થિતિમાં કશો ફેર પડશે ? [...]