Archive for June, 2008

આ મનપાંચમના મેળામાં

Sunday, June 15th, 2008

છ અક્ષરનું નામ, રમેશ પારેખ ગુજરાતી સાહિત્યને મહેકાવી, છલકાવીને ચાલ્યુ ગયું. આજે એમની એક અર્થસભર સુંદર રચના માણીએ. જગત શું છે, વિવિધ માનવોનો મેળો. એવો મેળો જેમાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ લઈ આવ્યા છે. કોઈની પાસે સપનાંઓ ભરી આંખો છે તો કોઈ એકલતાથી પીડાય રહ્યું છે, કોઈક લાગણીથી ભર્યુ ભર્યુ છે તો કોઈ નિરાંતનો [...]

બાવળને આવ્યો કંટાળો

Saturday, June 14th, 2008

થોડો બાવળને આવ્યો કંટાળો – ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ? થોડો બાવળને આવ્યો કંટાળો ‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ, વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો ! થોડો બાવળને [...]

હુ તુ તુ તુ

Friday, June 13th, 2008

સિદ્ધ પિતા અવિનાશ વ્યાસના પ્રસિદ્ધ પુત્ર ગૌરાંગ વ્યાસે આ ગીતને સ્વર અને સંગીત આપ્યું છે. એક રીતે જોઈએ તો આ કદાચ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રેપ કક્ષાનું સોંગ કહી શકાય. જે લય, તાલ અને શબ્દો આ ગીતમાં મૂકવામાં આવ્યા છે તે કાબિલે તારીફ છે. એક વાર સાંભળવાથી સંતોષ ન થાય અને વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય [...]

હે શારદે

Thursday, June 12th, 2008

મા સરસ્વતી સંગીત અને કલાની દેવી છે. તો મા શારદાને આ વેબસાઈટમાં સૂર પૂરવાની પ્રાર્થના કરું છું. સંગીત મનોરંજનનું સાધન માત્ર ન બનતાં જ્ઞાન અને સ્વાત્માનંદનું માધ્યમ બને એવી પ્રાર્થના કરું. અહીં સાંભળો મને અતિ પ્રિય પ્રાર્થના અનુપ ઝલોટાના સ્વરમાં. હે શારદે મા ! હે શારદે મા ! અજ્ઞાનતા સે હમે તાર દે મા..(૨) તુ [...]

રૂપલે મઢી છે

Wednesday, June 11th, 2008

ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮) ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે વેળા આવી તો જરા વેણ નાખું વાલમા, એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા, [...]