Archive for June, 2008

ગમતાંનો કરીએ ગુલાલ

Wednesday, June 25th, 2008

મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે. આ અને આના જેવા અનેકવિધ બ્લોગ એ મનગમતા સાહિત્યની એક પ્રકારની વહેંચણી જ છે. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં [...]

દિવસો જુદાઈના જાય છે

Tuesday, June 24th, 2008

આ ગીત બે પ્રેમીઓના વિરહનો ચિતાર આપે છે, પણ એ માનવમાત્ર માટે પણ સત્ય છે. જે દિવસે આપણે આ પૃથ્વી પર આંખ ઉઘાડીએ છીએ એ દિવસથી ઈશ્વરની સાથે આપણો સંબંધવિચ્છેદ થાય છે, જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની જુદાઈમાં જાય છે. મૃત્યું જીવન પર પડદો પાડે ત્યારે ઈશ્વર સાથે આપણું ચિર મિલન થાય છે. આ ગીતની છેલ્લી [...]

પલટાવી ગયા

Monday, June 23rd, 2008

સૈફ પાલનપુરીની એક રચના મનહર ઉધાસના સ્વરમાં.
[Audio clip: view full post to listen]
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.
દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.
હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.
મેં લખેલો દઈ ગયા; [...]

વૈષ્ણવજન તો

Sunday, June 22nd, 2008

ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
[Audio [...]

બસ એટલી સમજ

Saturday, June 21st, 2008

સ્વર : જગજીતસીંઘ
[Audio clip: view full post to listen]
[ આપણે સુખને શોધીએ છીએ, એની પાછળ દોટ મૂકીએ છીએ, પણ ક્યારેક વિચારતા નથી કે આપણને ઈશ્વરે કેટલું બધું આપેલું છે. અને જો એ આપેલું હોય તો જેની પાસે એ નથી એનો વિચાર નથી કરતા. મરીઝની આ પંક્તિઓમાં દુનિયાભરના દુઃખનો ઈલાજ મળી જાય છે. પથ્થરોના ભાર તો [...]