અહીં હોવું એ એક ગુનો છે

[A Painting by Amita Bhakta] સંવાદનો ઓરડો સૂનો છે, આંખોનો ખૂણો ભીનો છે. એક તીણી ચીસ હવામાં છે, અહીં હોવું એ એક ગુનો છે. લાવી લાવીને શું લાવું ? તારો ચ્હેરો જ નગીનો છે. તું ડૂબી જાય છે પળભરમાં, મારો પ્રવાહ સદીનો છે. એનાથી આગળ શું ચાલું ? રસ્તો બસ ટોચ લગીનો છે. છે મારી […]

read more

રદિયો આપવા માટે

સમયના હાથમાં થોડી ખુશીઓ આપવા માટે, અમે મીંચી દીધી આંખોને સ્વપ્નો આપવા માટે. સરિતાની કહાણી છાપવાની કોને ફુરસદ છે ? ફના થઈ જાય એ છોને દરિયો આપવા માટે. અમે તો ધારી બેઠા કે તમે કેવળ અમારા છો, નજર થોડી હટાવો આપ રદિયો આપવા માટે. તમે વાંચી ગયાં જેને ગણીને શ્યાહીનાં અક્ષર, અમારું ખૂન રેડાયું એ શબ્દો […]

read more

શક્ય જેવું હોય છે

[Painting by Donald Zolan] તીર સાથે સખ્ય જેવું હોય છે, લક્ષ્યને ક્યાં ભક્ષ્ય જેવું હોય છે, જો હરણની આંખથી દુનિયા જુઓ, ઝાંઝવું પણ શક્ય જેવું હોય છે. જિંદગી દર્પણ હશે, આભાસ ના, ક્યાંક એમાં તથ્ય જેવું હોય છે. સુખ વ્હેલી રાતના ઝાકળ સમું, દુઃખ તો પર્જન્ય જેવું હોય છે. સાંજના કિલકાટ કરતું ઝાડવું, બાગમાં મૂર્ધન્ય […]

read more

બંધ કર

ધારણાને ધારવાનું બંધ કર, તું વિચારો ચાળવાનું બંધ કર. આગ ભીતરમાં ભરી, ને અશ્રુઓ આંખથી નિતારવાનું બંધ કર. કાઢ ઘૂંઘટમાંથી ચ્હેરો બ્હાર ના, સ્વપ્નને સળગાવવાનું બંધ કર. ફૂલની મૈયતમાં જાવું હોય તો, દોસ્ત, અત્તર છાંટવાનું બંધ કર. એ નથી જોતો કે મેં પડદા મૂક્યા ? આભ, તું ડોકાવવાનું બંધ કર. શક્ય હો તો અર્થનો વિસ્તાર […]

read more

શમણાં જેવું લાગે છે

(Painting by Donald Zolan) આંખો ખોલી નાખી તોયે શમણાં જેવું લાગે છે, મનને પૂછ્યું, તો કહે છે કે ઘટના જેવું લાગે છે. બહુ વિચાર્યું, કોને મળતો આવે છે ચ્હેરો એનો, ઈશ્વરની બહુ વખણાયેલી રચના જેવું લાગે છે. પત્થરને પાણી સ્પર્શે ત્યારે થાતાં ગલગલિયાં સમ, એને જોતાં મનના ખૂણે ઇચ્છા જેવું લાગે છે. ધોમધખ્યા સહરાના રણમાં હું મધ્યાહ્નની […]

read more

કબીરા

સૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ. * * * દેશ પ્રમાણે વેશ કબીરા, નહીંતર વાગે ઠેસ કબીરા. શ્વાસો નહીં, પણ સપનાં હાંફે, જીવતર એવી રેસ કબીરા. બાળકની આંખોમાં આંસુ, ને સ્મિતનો ગણવેશ કબીરા. આંખોને નજર્યું ના લાગે, આંજો ટપકું મેશ કબીરા. સાત સમંદર જેવી યાદો, પિયૂ છે પરદેશ કબીરા. ગાંધીએ કાંતીને આપ્યો, ચરખા ઉપર દેશ કબીરા. […]

read more

ઓકાત હોવી જોઈએ

કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ, દૃશ્ય જોવાની ફકત ઓકાત હોવી જોઈએ. વાદળોને તેડવાથી આંગણાં પલળે નહીં, ઝાડ જેવી આપણી મિરાત હોવી જોઈએ. આંખ ભીની થાય એ માટેની પૂર્વધારણા, ભીતરે અંગાર જેવી વાત હોવી જોઈએ. શક્યતા સઘળી મિલનની એ પછીથી ઉદભવે, લાગણીની સૌપ્રથમ રજૂઆત હોવી જોઈએ. જે જગાએ પ્હોંચવું હો જિંદગીમાં આપણે, એ […]

read more

ભરતમેળાપ નક્કી છે

મીતિક્ષા.કોમના સૌ વાચકમિત્રોને નાતાલની અને ઈશુના નવા વર્ષ 2015 માટેની આગોતરી શુભેચ્છાઓ. ચરણને ચાલવા માટે ધરાનો વ્યાપ નક્કી છે, સૂરજના ભાગ્યમાં કિરણોની સાથે તાપ નક્કી છે. તમે ઘડીયાળને કાંડા ઉપર બાંધો કે ના બાંધો, સમયના ચોરપગલાંની જીવનમાં છાપ નક્કી છે. કમળની જેમ ભમરાં સ્થિર થાવાનું વિચારે કયાં, નહીંતર મ્હેંકના ચારે તરફ આલાપ નક્કી છે. તમે […]

read more

અજવાસનાં ઘોડા નથી

અધખુલેલી આંખમાં અજવાસનાં ઘોડા નથી, પણ બચેલા શ્વાસના શણગાર કૈં થોડા નથી. હાથમાં ટેકાને માટે લાકડી લીધી અમે, એમ કરવાથી વિચારો ચાલતા ખોડા નથી. જિંદગીમાં જ્યાં અને જ્યારે પહોંચ્યા, ઠીક છે, આપણી કિસ્મતનાં પગલાં સ્હેજ પણ મોડા નથી. પ્રેમની એવી અવસ્થા પર અમે આવી ઊભા, જ્યાં અભિવ્યક્તિને માટે કોઈ વરઘોડા નથી. સ્પર્શથી ‘ચાતક’ કરી લે […]

read more

શ્વાસની દિવાલ તોડી છે

જરા તકલીફ પડવાથી તમે એને વખોડી છે ! જીવનનું નામ ઝંઝાવાતમાં નીકળેલ હોડી છે. અરે, બે-પાંચ પથ્થર માર્ગમાં આવી મળ્યા તો શું, તમારા હાથમાં પુરુષાર્થની આપી હથોડી છે. અડગ નિર્ધારથી પામી જશો નિશ્ચિત તમે મંઝિલ, મુસીબત હો ગમે તેવી છતાં પગમાંથી ખોડી છે. અને સેવેલ સ્વપ્નો તૂટતાં છલકાય પણ આંખો, તો એમાં શું ? એ કોઈ […]

read more
United Kingdom gambling site click here