Press "Enter" to skip to content

કાગળ ન મોકલાવ

[Painting by Donald Zolan]

આંખોને ઇંતજારના કાગળ ન મોકલાવ,
ભીની થયેલ રાતમાં કાજળ ન મોકલાવ.

તારા ગયા પછી અહીં દાવાનળો ફકત,
એને બૂઝાવવા તું ઝાકળ ન મોકલાવ.

તારા સ્મરણની કેદથી આઝાદ કર હવે,
ઊડી શકે ન એમને સાંકળ ન મોકલાવ.

ખોટી તો ખોટી ધારણા જીવી જશું અમે,
તું ઝાંઝવાના શ્હેરમાં વાદળ ન મોકલાવ.

તારા વિરહના શહેરમાં રસ્તાઓ આંધળા,
પગલાં ચરણથી એટલે આગળ ન મોકલાવ.

લોહીલુહાણ સાંજને ‘ચાતક’ જીવી જશે,
તારા સ્મરણના સૈન્યને પાછળ ન મોકલાવ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Abdul Ghaffar Kodvavi
    Abdul Ghaffar Kodvavi April 25, 2016

    તારા સ્મરણ ની કેદ થી આઝાદ કર હવે
    ઉડી સકે ન એમને સાંકળ ન મોકલાવ
    બહુ સરસ.

    • Daxesh
      Daxesh May 4, 2016

      Thank you

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 25, 2016

    તારા વિરહના શહેરમાં રસ્તાઓ આંધળા,
    પગલાં ચરણથી એટલે આગળ ન મોકલાવ…. વાહ .. ખૂબ અર્થપૂર્ણ !!

    આખી ગઝલ ગમી જાય એવી

    • Daxesh
      Daxesh May 4, 2016

      આભાર ..

  3. Dhruti Modi.
    Dhruti Modi. April 26, 2016

    સાંગોપાંગ સંધેડા ઉતાર ગઝલ.
    મક્તા તો વાહ ભઈ, કાબિલેદાદ….

    • Daxesh
      Daxesh May 4, 2016

      આપની દાદ સર-આંખો પર .. 🙂

  4. ગજેન્દ્ર.ચોકસી.
    ગજેન્દ્ર.ચોકસી. April 26, 2016

    બહુ સરસ !
    ખોટી તો ખોટી ધારણા જીવી જશું અમે,
    તું ઝાંઝવાના શ્હેરમાં વાદળ ન મોકલાવ.

    • Daxesh
      Daxesh May 4, 2016

      Thank you

  5. Mehdi Hemani
    Mehdi Hemani May 10, 2016

    આખી ગઝલ ગમી જાય એવી

    • Daxesh
      Daxesh May 10, 2016

      Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.