જેટલી પીડા પુરાણી હોય છે,
એટલું આંખોમાં પાણી હોય છે.
આંખ કહી દે છે વ્યથાની વારતા,
આંસુને ક્યાં કોઈ વાણી હોય છે ?
સ્પર્શ કરતાંવેંત સમજી જાય એ,
લાગણીઓ ખુબ શાણી હોય છે.
હસ્તરેખામાં લખેલી સિદ્ધિઓ,
બેય હાથોથી અજાણી હોય છે.
ફુલનો પ્રસ્વેદ ઝાકળ છે અને,
મ્હેક એ એની કમાણી હોય છે.
આજની તાજા કલમ ‘ચાતક’ ગઝલ,
બાકી એની એ કહાણી હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઈ,
હું તમારી ગઝલ મારા પેપર “varnda express” માં લઈ શકું ? જો આપ કહેતા હો તો અને તે પણ તમારા નામથી .. પ્લીઝ, મારો મોબાઈલ નંબર 9624272025 છે.
જયમીનભાઈ,
તમે ચોક્કસ મારી ગઝલ તમારા સામયિકમાં લઈ શકો. માત્ર આટલી બાબતની કાળજી રાખજો
1. ગઝલ જેમ છે તેમ – કોઈ સુધારા વગર અને આખી રજૂ કરશો
2. ગઝલને અંતે મારું નામ – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ હોવું જરૂરી છે.
3. શક્ય હોય તો તમે જેમાં પ્રસિદ્ધ કરો તેની કોપી કે ફોટો મને મોકલશો કે ટેગ કરશો તો આનંદ થશે.
Vah…. Bahot Khub ….
Thank you Devikaben ..
વાહ દક્ષેશભાઈ, ઘણે વખતે મજા પડી…
સુંદર ગઝલ થઈ છે…
Thank you Anilbhai ..
ટૂંકી બહેરમાં (રમલ ૧૧ અક્ષરી છંદમાં) સુંદર ગઝલ
જેટલી પીડા પુરાણી હોય છે,
એટલું અાંખોમાં પાણી હોય છે…
જોરદાર મત્લા.
હસ્તરેખા લખેલી સિદ્ધિઓ
બેય હાથોથી અજાણી હોય છે.
લાજવાબ શે’ર, સાહેબ.
શરતચૂકથી “મહેંક” છપાયું છે તો સુધારી લેવા વિનતિ-‘મહેક’ જોઇએ.
કિશોરભાઈ,
આપને ગઝલ ગમી તેનો આનંદ છે.
આપની સૂચના મુજબ સુધારો કરી દીધો. સૂચન બદલ આભાર.