ભરતમેળાપ નક્કી છે

મીતિક્ષા.કોમના સૌ વાચકમિત્રોને નાતાલની અને ઈશુના નવા વર્ષ 2015 માટેની આગોતરી શુભેચ્છાઓ.

ચરણને ચાલવા માટે ધરાનો વ્યાપ નક્કી છે,
સૂરજના ભાગ્યમાં કિરણોની સાથે તાપ નક્કી છે.

તમે ઘડીયાળને કાંડા ઉપર બાંધો કે ના બાંધો,
સમયના ચોરપગલાંની જીવનમાં છાપ નક્કી છે.

કમળની જેમ ભમરાં સ્થિર થાવાનું વિચારે કયાં,
નહીંતર મ્હેંકના ચારે તરફ આલાપ નક્કી છે.

તમે માપી શકો બહુ બહુ તો અહીં આકાર ફુલોના,
ભલા ખુશ્બુની તહેસીલના કદી ક્યાં માપ નક્કી છે.

ગૃહસ્થીના મિનારા એ સ્થળે અકબંધ રહેવાના,
બધી તું-તાં ને અંતે આખરે જ્યાં આપ નક્કી છે.

પ્રણયમાં ખુબસુરતીના ચઢાણો હોય છે મુશ્કિલ,
શિખર જો આંખ, તો ઢોળાવ કેશોક્લાપ નક્કી છે.

કઠિન પુરુષાર્થ ને સાફલ્ય – બંને છે સગા ભાઈ,
ભરો ડગલું તો મંઝિલથી ભરતમેળાપ નક્કી છે.

સમાધિભંગની ઘટના લખો ‘ચાતક’ની કિસ્મતમાં,
પછી દિનરાત જપશે આપના એ જાપ, નક્કી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (8)
Reply

તમે માપી શકો બહુ બહુ તો અહીં આકાર ફુલોના,
ભલા ખુશ્બુની તહેસીલના કદી ક્યાં માપ નક્કી છે….
‘ખુશ્બુની તહેસીલ’ ક્યા બાત…!! ખુબ ગમ્યું મિત્ર…!!
આખી ગઝલ મજાની..

    🙂 … Thank you Ashokbhai

Reply

ભાઈ વાહ! “સમાધિ-ભંગ”ની વાત ખૂબ ખૂબ ગમી ગઈ !

    Thank you Rajuda !

Reply

તમે ઘડીયાળને કાંડા ઉપર બાંધો કે ના બાંધો,
સમયના ચોરપગલાંની જીવનમાં છાપ નક્કી છે…….

સમય વિશેનો ખૂબ સુંદર શેર​. કાફિયા-રદીફ માટે ખાસ અભિનંદન ! દરેક શેરમાં ખૂબ નિભાવ્યા છે.

    Thank you Pravinbhai !

Reply

ગઝલ​-સમાધિમાં રત રહો સદા !

Reply

અાખી યે ગઝલ સુંદરતમ. અભિનંદન

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.