Press "Enter" to skip to content

જાત અધૂરી લાગે છે

પાંપણની નીચે આંસુઓની લાશ છૂપાવી લાગે છે,
આ મહોતરમાની આંખો આજે કેમ ગુલાબી લાગે છે !

જીવનથી હારી ગયેલાંને પૂછશો તો એ કહેશે નક્કી,
ઝાકળ છે આંસુ ફુલોનાં ને રાત રડેલી લાગે છે.

એ ભાતભાતના પુષ્પોની ખુશ્બુને વ્હેંચે ઘરઘરમાં,
મારા ફળિયાની મંદ હવા પણ વેદ ભણેલી લાગે છે.

તું એની ભાષાનો તરજૂમો કરવાનું શીખવાડ મને,
આ નાનાશા બાળકની આંખો કોઈ પહેલી લાગે છે.

ઓ દોસ્ત, સ્મરણમાં આવીને મુશ્કેલ કર નહીં જીવનને,
છે પૂર્ણ થવા કોશિશ મારી, ને જાત અધૂરી લાગે છે.

પ્રત્યેક સવારે સૂરજ સાથે આશા પણ ઉગતી ‘ચાતક’,
પણ સાંજ ઢળ્યે સઘળી ઘટનાઓ જોઈ-વિચારી લાગે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

  1. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' September 25, 2014

    જીવનથી હારી ગયેલાંને પૂછશો તો એ કહેશે નક્કી,
    ઝાકળ છે આંસુ ફુલોનાં ને રાત રડેલી લાગે છે….ક્યા બાત… ખુબ નાજુક કલ્પન…!!

    • Daxesh
      Daxesh October 25, 2014

      શુક્રિયા અશોકભાઈ …

  2. Rekha Shukla
    Rekha Shukla September 28, 2014

    તું એની ભાષાનો તરજૂમો કરવાનું શીખવાડ મને,
    આ નાનાશા બાળકની આંખો કોઈ પહેલી લાગે છે

    waah waah sundar rachna…of “Mahotarma”

    • Daxesh
      Daxesh October 25, 2014

      🙂 ..જી મહોતરમા

  3. Kishore Modi
    Kishore Modi September 28, 2014

    એ ભાતભાતના પુષ્પોની ખુશ્બૂ વ્હેંચે ઘરઘરમાં,
    મારા ફળિયાની મંદ હવા પણ વેદ ભણેલી લાગે છે.
    ઉપરોક્ત શે’ર મારા મનને મોહી ગયો.ખૂબ સુંદર.
    નખશિખ સુંદર ગઝલ.

    • Daxesh
      Daxesh October 25, 2014

      Thank you for your compliment !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.