શેર માટીની ખોટ નથી

ભારત દેશ ગરીબ ભલે, પણ ભારતવાસી ભોટ નથી,
લુચ્ચા નેતાઓને માટે હવે એમના વોટ નથી.

વિકાસ માટે નાણાં વાપરવામાં છે ખોટું ના કૈં,
ધર્મ અને ઈમાનથી મોટી ખર્ચાયેલી નોટ નથી.

લોકના પૈસે મિજલસ કરનારા શયતાનો સમજી લો,
કરોડ ભૂખ્યાં લોકોને ઘર, ખાવા માટે લોટ, નથી.

રાજકારણી, રમતવીર કે ફિલ્લમબાજો જાય ચૂલે,
દેશદાઝથી હૈયું જેનું ઉકળે ના, એ હોટ નથી.

ભારતમાની ચિંતાનું કારણ સીધું ને સાદું છે,
અમીચંદના ઘેર હજીયે શેર માટીની ખોટ નથી.

ધીરજના ફળ મીઠાં જાણી રાહ જોઈ છાસઠ વરસો,
આશા ખૂટે ‘ચાતક’, એથી ભૂંડી કોઈ ચોટ નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (13)
Reply

અત્યન્ત સુન્દર. જય હિન્દ.

Reply

Wah….. ….nice

Reply

દુનિયા આખાની વિચારસરણીને કવિઓએ જ બદલી. નિયત સારી હશે તો પરિવર્તન જરૂર આવશે.

Reply

HATS OFF.
EXCELLENT.

ગામ, સમાજ કે રાષ્ટ્રના કારભારીઓની હવે તો કાયમી ઓળખ આપતી કમાલની સુંદર રચના બદલ ધન્યવાદ!!!

Reply

આપે તો બરાબર લાગ જોઇને સોગઠી મારી દિધી. સમયને અનુરુપ. ધારી અસર ઉપજાવી જાય તો રન્ગ રહી જાય. અભિનંદન આવી સરસ રચના માટે.

Reply

સામ્પ્રત કાળને સ્પર્શતી લાજવાબ ગઝલ. લોકોને સન્મતિ દે એટલી જ પ્રાર્થના. બાકી કોઇ આરો દેખાતો નથી. આજના રાજકારણીઓને મુદ્દાને બદલે સ્વાર્થ વધુ ગમે છે અને લોકોને પણ. બસ એટલું જ.

Reply

Corruption is every facet of life. Since banks are nationalized, operation is the worst. Simple work is not resolved. Recent experience with Bank of Baroda will last me for lifetime!

Reply

દક્ષેશભાઈ,
આપની દેશદાઝને લાખો સલામ. વાંચીને અમે HOT થઈ ગયા.
VERY VERY VERY NICE…….

Reply

Daxeshbahi, Iswar Ni marji pramane badhu Badlai Rahyu Che.
Lage che Bharat Mahan Bansej
Devesh

Reply

ભારતમાની ચિંતાનું કારણ સીધું ને સાદું છે,
અમીચંદના ઘેર હજીયે શેર માટીની ખોટ નથી… ખુબ સરસ અને સમયોચિત..!!

Reply

દક્ષેશભાઈ,
આપની દેશદાઝને લાખો સલામ. વાંચીને અમે HOT થઈ ગયા. બસ હવે તો પરિવર્તન એજ એકમાત્ર ઉપાય. ભારત માતા કી જય.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.