સ્વપ્નનું વસ્ત્રાહરણ

પામવા કોશિશ કરે છે સૌ ખુશાલીનાં હરણ,
કોઈને કેડી મળે છે, કોઈને એનાં ચરણ.

ઝાંઝવા એ વાત ઉપર એટલે નારાજ છે,
કેમ હૈયાની તળેટીમાં જ વિકસી જાય રણ.

આંખ એવું વૃક્ષ જેના મૂળિયાં ભીનાં રહે,
તરબતર અશ્રુથકી સંવેદનાના આવરણ.

યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રૂપે મળે,
પ્રેમનાં ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ.

જિંદગી જેણે દીધી, એનેય મળવાની સજા,
એક દિવસ ભાગ્યમાં એનાય ચિતરેલું મરણ.

આખરે ‘ચાતક’ નયનને મીંચવા પડશે અહીં,
ક્યાં લગી જોતાં રહીશું સ્વપ્નનું વસ્ત્રાહરણ.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (9)
Reply

સુંદર મક્તા, મજાની ગઝલ..!!

Reply

Waaaahhh………..

Reply

આખરે ‘ચાતક’ નયનને મીંચવા પડશે અહીં,
ક્યાં લગી જોતાં રહીશું સ્વપ્નનું વસ્ત્રાહરણ.
આહ !! સ્વપ્નના વસ્ત્રાહરણ ના જોઇ શકવાની અનુકમ્પા કે ખુદને સમજાવવાની કળા …

પામવા કોશિશ કરે છે સૌ ખુશાલીનાં હરણ,
કોઈને કેડી મળે છે, કોઈને એનાં ચરણ.

વાહ……

Reply

એક વધુ સુંદર ગઝલ.

સ્વપ્નનું વસ્ત્રાહરણ…

યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રૂપે મળે,
પ્રેમનાં ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ…..

આહ ની વાહ વાહ થયા કરે છે અહીં
યાદ તોયે આવતી રહે છે રહી રહી

—-રેખા શુક્લ

Reply

યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રુપે મળે;
પ્રેમના ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ.

બહુજ સરસ રચના……..

આખરે ‘ચાતક’ નયનને મીંચવા પડશે અહીં,
ક્યાં લગી જોતાં રહીશું સ્વપ્નનું વસ્ત્રાહરણ.
જબરદસ્ત ..ખૂબ આસ્વાધ્ય…

આંખ એવું વૃક્ષ જેના મૂળિયાં ભીનાં રહે,
તરબતર અશ્રુથકી સંવેદનાના આવરણ.
યાદ જેવી યાદ જ્યારે વિસ્મરણ રૂપે મળે,
પ્રેમનાં ફૂટી શકે કેવી રીતે નિર્મળ ઝરણ…
wooooww.. Daksheshbhai.. .. Superb sher..! by the way after long time right ? ..

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.