Press "Enter" to skip to content

બારીઓ સહુ બંધ છે


[Painting by Donald Zolan]

બારણાંઓ સાવ ખુલ્લાં, બારીઓ સહુ બંધ છે.
દોસ્ત, આ દિવાલ જેવો આપણો સંબંધ છે.

પાસપાસે તોય કો’દિ એક થાવાનું નહીં,
શું હથેળીમાં ચણાયેલા ઋણાનુબંધ છે !

તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક,
મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે.

બારસાખો પર જડેલી આંખના સોગન તને,
આવ કે ભીતર હજી તારી છબી અકબંધ છે.

શ્વાસને સ્યાહી બનાવી ઘૂંટતો ‘ચાતક’ સમય,
જિંદગી તારી પ્રતીક્ષાનો મહાનિબંધ છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

  1. Hemprakash Mehta
    Hemprakash Mehta September 20, 2013

    બહુ સરસ.

  2. Hemprakash Mehta
    Hemprakash Mehta September 20, 2013

    આવી જ કવિતાઓ મોકલતા રહો.

  3. Rina
    Rina September 20, 2013

    બારસાખો પર જડેલી આંખના સોગન તને,
    આવ કે ભીતર હજી તારી છબી અકબંધ છે.

    Beautiful. …

  4. Anil Chavda
    Anil Chavda September 20, 2013

    ક્યા બાત હૈ દક્ષેશભાઈ… અચ્છી ગઝલ નીકાલી…

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' September 20, 2013

    તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક,
    મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે….વાહ મારા હિસાબે ગઝલનો શિરમોર શે’ર………..
    આમ તો પૂરી ગઝલ ગમી

  6. Deepa
    Deepa September 20, 2013

    તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક,
    મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે.

    બારસાખો પર જડેલી આંખના સોગન તને,
    આવ કે ભીતર હજી તારી છબી અકબંધ છે
    .. WAH KHUB SARAS…

  7. તારા હૈયાનું દરદ કહી નાખ મુજને બેધડક,
    મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે.

    આ ટૂંક બહુ ગમી!

  8. Anila Patel
    Anila Patel September 21, 2013

    એક એકથી અદકેરો એક એક શેર –વાહ, બહુ જ સરસ.

  9. Kishore Modi
    Kishore Modi September 22, 2013

    ખૂબ સરસ ગઝલ. એક એકથી ચડિયાતા શે’ર થયા છે. અભિનંદન

  10. Pravin Shah
    Pravin Shah September 22, 2013

    મારી પાસે આંસુઓનો પૂરતો પરબંધ છે…..
    વાહ, ખૂબ જ સુંદર ગઝલ !
    કાફિયા ખૂબ સુંદર રીતે નિભાવ્યા છે.

  11. Mahesh Mehta
    Mahesh Mehta September 26, 2013

    પ્રતીક્ષાનો મહાનિબંધ, સમજવામાં એક લીટીના પ્રશ્ન જેટલો સરળ લાગ્યો…

Leave a Reply to Pravin Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.