ક્ષીણ થયેલા સૂરજનું ઘર સંધ્યાને જઈ પૂછી જો,
અંધારાનો જાસો દઈને અજવાળાંને લૂંટી જો.
જીવન તો સાગરની માફક ખૂટવાનું નામ જ નહીં લે,
મોજાંઓની જેમ કિનારે આવી ક્યારેક તૂટી જો.
રાત આગિયાના વેશે મળતી રહેશે, ઓ દોસ્ત તને,
રાતરાણીની માફક કો’દિ સુંગધ થઈને ફૂટી જો.
હાથ સમય પકડીને લખશે નામ પછી ઈતિહાસોમાં,
બસ જીવનની પાટી પર બે-ચાર આંકડા ઘૂંટી જો.
ઠેર ઠેર ઝાકળના રૂપે પથરાયા ફુલો ઉપર,
હતભાગી રાતોના આંસુ હળવે હાથે લૂછી જો.
રેતીની માફક મુઠ્ઠીભર શ્વાસ લઈને ચાલ્યા કર,
મન પડે તો ભીંસી મુઠ્ઠી સાવ અચાનક ખૂટી જો.
‘ચાતક’ની ભાષામાં શ્વાસો સાદ નથી તો બીજું શું?
પડઘાંની પાસે જઈને તું અર્થ મૌનનો પૂછી જો !
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ઠેર ઠેર ઝાકળના રૂપે પથરાયા ફુલો ઉપર,
હતભાગી રાતોના આંસુ હળવે હાથે લૂછી જો
વાહ, કવિ ! શું સુંદર કવિતા કરી છે.
હળવે હાથે રાતના આંસું લૂછવાની વાત ગમી.
દરેક શેર એક આગવું અજવાળું પાથરી જાય છે.
અભિનંદન !
પ્રવીણભાઈ,
તમારા પ્રતિભાવ બદલ આભાર. તમને ગઝલ ગમી તેનો આનંદ છે.
સુન્દર સુન્દર ફરી થઈ ગયા અજવાળા અજવાળા ….
જીવન તો સાગરની માફક ખૂટવાનું નામ જ નહીં લે,
મોજાંઓની જેમ કિનારે આવી ક્યારેક તૂટી જો……
It is always a pleasure to read your poems and Gazals. The linguistic expression in every word is heart warming. Additionally, it renews the hope that writers such as yourself will keep “Gujarati Sahitya” vibrantly alive.. Thank you
Chetna ben,
Thank you so much for your encouraging words… it means a lot to me. Thank you once again.
દક્ષેશભાઈ દરેક ગઝલમા તમે તમારો મિઝાઝ ઝાળવી રાખો છો તેની મજા છે
હત્ભાગી રાતોના આસુ હળવે હાથે લૂછી જો — સનાતન સત્ય હોવા છતાય સારપ સાચવવી બહુ અઘરી છે. ક્યારે પગ ડગમગી જાય ખબર નથી પડતી.. બહુ જ અદભૂત રચના.
વધુ એક સુંદર ગઝલ. આપની દરેક ગઝલમાં નવી તાજગી હોય છે. અભિનંદન
વાહ…દક્ષેશભાઇ,
સશક્ત ગઝલ -બહુ ગમી મિત્ર !
હતભાગી રાતોનાં આંસુ હળવે હાથે લૂછવાની વાત અને મન પડે તો ભીંસી મુઠ્ઠી સાવ અચાનક ખૂટી જો – આ અભિવ્યક્તિ માટે ખાસ અલગથી અદકેરા અભિનંદન…..જય હો…!
તમારા વખાણ કરવા મારી પાસે યોગ્ય શબ્દો ની ખોટ પડી ગઈ છે.
રેતીની માફક મુઠ્ઠીભર શ્વાસ લઈને ચાલ્યા કર,
મન પડે તો ભીંસી મુઠ્ઠી સાવ અચાનક ખૂટી જો.
શબ્દો નુ સામર્થ્ય અને ભાવનાઓ નુ અક્ષરદેહે ચિત્રણ અદભૂત!!!
મઝાની ગઝલ.
વાહ .. તમારા વિચારો ખુબ ઊંચા છે, તેથી કોઈપણ કવિતા કે ગઝલ એક નવા મોડ પર જાય છે.
Vaah.. tamara vicharo khub uncha 6e.. so koi b kavita ya gazal ak nava mod par jay 6e..