આંસુના વ્હાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


(તરન્નુમ – રાજુ યાત્રી)

રેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ,
હવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન.

ઝંખનાના ઝાંઝવાઓ જીવતરની કેડી પર ચાહો ન ચાહો પણ આવતા,
ઈચ્છાના મેઘધનુ સપનાંની વારતામાં મનચાહા રંગો રેલાવતા,
આતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન ?
… રેતીના સાત સાત દરિયા.

મ્હોરેલી જૂઈ જેમ મ્હોરે અજંપો તો વધવાની વેલ જેમ વેદના,
બાવળના કાંટાઓ હૈયામાં ખૂંપે તો યાદોના ગામ બળે કેમ ના ?
ભવભવના સંબંધો અધવચ્ચે તૂટીને પીડામાં પૂરે છે પ્રાણ.
… રેતીના સાત સાત દરિયા.

દૃશ્યોના પરદાઓ ફાડીને ‘ચાતક’શી આંખોએ કરવાનું હોય શું ?
શ્વાસોની આવ-જા શીતળ પવન નહીં, રગરગમાં ફૂંકાતો કોઇ લૂ,
સાજન વિનાનું ઘર, ઉંબર, અરીસો કે આયખું આ આખું મસાણ.
… રેતીના સાત સાત દરિયા.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (10)

મ્હોરેલી જૂઈ જેમ મ્હોરે અજંપો તો વધવાની વેલ જેમ વેદના,
બાવળના કાંટાઓ હૈયામાં ખૂંપે તો યાદોના ગામ બળે કેમ ના ?
ભવભવના સંબંધો અધવચ્ચે તૂટીને પીડામાં પૂરે છે પ્રાણ.
… રેતીના સાત સાત દરિયા.
આ સહિત સમગ્ર ગીત મનભાવન છે.પહેલી બે પંક્તિમાં ઉપાડ પણ એટલો જ મનહર છે.

Reply

વેદના સભર અભિવ્યક્તિનુ સુંદર ગીત…!! એના લય અને શબ્દ પ્રયોગને કારણે કવિ શ્રી તુષાર શુક્લનુ જુદી જ અભિવ્યક્તિનુ ગીત યાદ આવી ગયું..
“તારી હથેળીને દરિયો માનીને….”

વેદના ને કરુણતા સભર સરળથી વંચાય ને હ્રદયસ્પર્શી શબ્દો આંખ ભીની કરી જાય છે આ ગીત..ખુબ સુન્દર દક્ષેશભાઈ..સાજન વિનાનું ઘર, ઉંબર, અરીસો કે આયખું આ આખું મસાણ.

Reply

સરસ લયબધ્ધ ગીત.. ગમ્યું.

હવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન.
—-
આતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન ?

અદભુત પન્ક્તિઓ….

રેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ….

સુંદર ઉપાડ સાથેનું ખૂબ જ સુંદર ગીત !

Reply

બહોત ખૂબ! ભાઈ વાહ! અદભૂત!

ખુબ સરસ …..ગમ્યુ

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.