Press "Enter" to skip to content

લાગણીનો રંગ

લાગણીનો રંગ ઘેરો હોય છે,
આંખમાં એનો જ ચ્હેરો હોય છે.

શ્વાસ, ધડકન કે વિચારોના વમળ
હર તરફ એનો જ પહેરો હોય છે.

એ મળે તો એમ લાગે રણમહીં,
ચોતરફ સાગરની લ્હેરો હોય છે.

સાવ સીધી વાતમાં ઢાળે નજર,
પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.

એમને કુરબાન મારી સૌ દુઆ,
પણ ખુદા, તું કેમ બ્હેરો હોય છે.

એ નદી થઇને નહીં આવી શકે,
એટલે ચિક્કાર નહેરો હોય છે ?

ઝાંઝવાનો દેશ ‘ચાતક’ને ફળે,
શક્યતા નામેય શહેરો હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. નારાયણ પટેલ
    નારાયણ પટેલ November 5, 2011

    એ મળે તો એમ લાગે રણમહીં,
    ચોતરફ સાગરની લ્હેરો હોય છે.

    સાવ સીધી વાતમાં ઢાળે નજર,
    પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.

    …………………વાહ વાહ

  2. Himanshu Patel
    Himanshu Patel November 7, 2011

    કોઈપણ જાતના છોછ વગર સરળ ભાષામાં આવતી તમારી ગઝલના મિજાજ હરહમેશ વૈવિધ્ય સભર હોય છે-
    લાગણીનો રંગ ઘેરો હોય છે,
    આંખમાં એનો જ ચ્હેરો હોય છે.

  3. Manvant Patel
    Manvant Patel November 7, 2011

    પાંપણોમાં ભેદ ગહેરો હોય છે !
    વાહ કવિ !

  4. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' November 8, 2011

    એ મળે તો એમ લાગે રણમહીં,
    ચોતરફ સાગરની લ્હેરો હોય છે.
    સાવ સીધી વાતમાં ઢાળે નજર,
    પાંપણોમાં ભેદ ગહેરો હોય છે. વાહ…મજાના શે’ર થી શોભતી સુંદર ગઝલ..!!

  5. Narendra Jagtap
    Narendra Jagtap November 10, 2011

    સાવ સીધી વાતમાં ઢાળે નજર,
    પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.

    એમને કુરબાન મારી સૌ દુઆ,
    પણ ખુદા, તું કેમ બ્હેરો હોય છે.
    વાહ વાહ ભૈયા બહોત ખુબ ….

  6. Sudhir Patel
    Sudhir Patel November 11, 2011

    વાહ! ખૂબ સુંદર મત્લા અને મક્તાથી શોભતી દમદાર ગઝલ!!
    સુધીર પટેલ.

  7. Manhar Mody
    Manhar Mody November 11, 2011

    ખરેખર સાવ સીધી વાત પણ અસર હૈયા સોંસરી.

  8. P Shah
    P Shah November 23, 2011

    પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.

    સરસ !

    નીચેના સરનામે મેલ મોકલશો. આભાર !
    shahpravin46@gmail.com

  9. Pinakin Makwana
    Pinakin Makwana December 5, 2011

    hello daxesh bhai,
    thanks for creat this web site like as gold. I want lyrics and audio of this song “ek patan sher ni nar padamani”. please add this song in web site. I hope u give me this song. best luck.

  10. Dipesh Kheradiya
    Dipesh Kheradiya June 13, 2014

    લાગણીનો રંગ ઘેરો હોય છે,
    આંખમાં એનો જ ચ્હેરો હોય છે.

    શ્વાસ, ધડકન કે વિચારોના વમળ
    હર તરફ એનો જ પહેરો હોય છે.

    Wah dada wah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.