Press "Enter" to skip to content

જિંદગી

ગર્ભમાં નાતો કરે છે જિંદગી,
મ્હેંકમાં વાતો કરે છે જિંદગી.

મૌનના અંધારની વચ્ચે જઈ,
શબ્દને ગાતો કરે છે જિંદગી.

વાંઝણી આંખોમહીં સપનાં જણી,
રેશમી રાતો કરે છે જિંદગી.

શક્યતાનાં બારણાં ખોલી સતત,
કૈંક રજૂઆતો કરે છે જિંદગી.

ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
અવનવી ભાતો કરે છે જિંદગી.

એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
અંત પડઘાતો કરે છે જિંદગી.

શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
રોજ શરૂઆતો કરે છે જિંદગી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Comments

  1. Manhar Mody
    Manhar Mody May 25, 2011

    આખ્ખે આખ્ખી ગઝલ માણવા લાયક. શબ્દો અને ભાવ-વિચારોનો સુભગ સંગમ.
    મક્તાનો શેર તો લાજવાબ.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી.

    વાહ્ વાહ્..!!!

  2. Pragnaju
    Pragnaju May 26, 2011

    ખૂબ સ રસ ગઝલના આ શેરો
    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

    વાંઝણી આંખોમહીં સપનાં જણી,
    રેશમી રાતો કરે છે જિંદગી.
    વાહ્

  3. જિંદગી વિશે હકારાત્મક અભિગમ દર્શાવતી સુંદર ગઝલ..

  4. Chetu
    Chetu May 26, 2011

    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

    સુન્દર …

  5. Narendra jagtap
    Narendra jagtap May 26, 2011

    શક્યતાનાં બારણાં ખોલી સતત,
    કૈંક રજૂઆતો કરે છે જિંદગી……..
    ખુબ જ સરસ ગઝલ. વાહ વાહ …

  6. Pancham Shukla
    Pancham Shukla May 26, 2011

    સરસ ગઝલ.

    મૌનના અંધારની વચ્ચે જઈ,
    શબ્દને ગાતો કરે છે જિંદગી.

  7. Kirtikant Purohit
    Kirtikant Purohit May 26, 2011

    સુંદર માણવાલાયક ગઝલ.
    શ્રી. દક્ષેશભાઇ,
    ‘મૌનના અંધારની વચ્ચે જઈ’ માં
    મૌનના અવકાશની વચ્ચે જઈ ….. કરો તો?
    આમ તો કવિના ભાવપ્રદેશમાં ચંચુપાત કરાય નહિ પણ મિત્રદાવે જરા સુચન જ કરું છું. … દરગુજર કરશો.

  8. P Shah
    P Shah May 26, 2011

    રોજ શરૂઆતો કરે છે જિંદગી…
    સરસ ગઝલ ! બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

    કીર્તિકાન્તભાઈની વાત વિચારવા જેવી ખરી.

  9. Himanshu Patel
    Himanshu Patel May 27, 2011

    જિંદગીના ભિન્ન મિજાજને એની લાક્ષણિકતા સાથે રજુ કરતી સુંદર ગઝલ.
    ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
    અવનવી ભાતો કરે છે જિંદગી.

  10. Manvant Patel
    Manvant Patel May 27, 2011

    વાહ બાપુ ! ઘણી ખમ્મા બાપુને !

  11. Ramesh Patel
    Ramesh Patel May 28, 2011

    એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
    અંત પડઘાતો કરે છે જિંદગી.

    શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
    રોજ શરૂઆતો કરે છે જિંદગી.

    – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

    એક ભાવ જગતને આબેહૂબ રીતે સુંદર ગઝલથી ગાયું છે. આપના લેખન કૌશલ્યને ધન્યવાદ.
    – રમેશ પટેલ(આકાશદીપ)

  12. Chetna Bhojani
    Chetna Bhojani May 28, 2011

    સરસ ગઝલ.

  13. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar May 28, 2011

    આજે છે ને કાલે નથી; તોય રોજની શરુઆત કરે છે જિદગી…..

  14. Sudhir Patel
    Sudhir Patel May 30, 2011

    વાહ! દરેક શે’ર જાનદાર અને માણવાલાયક થયાં છે!!
    અભિનંદન, દક્ષેશભાઈ!
    સુધીર પટેલ.

Leave a Reply to Pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.