અવ્યક્ત થઇને ચાલશું

ચોતરફ રણભેર વચ્ચે સ્વસ્થ થઇને ચાલશું,
પ્રેમની પાઈ મદિરા મસ્ત થઇને ચાલશું.

આંખથી ઝીલી લઈશું ઘાવ, તડકા-છાંયડી,
મખમલી પથરાવ વચ્ચે સખ્ત થઇને ચાલશું.

જિંદગીભર જેમને જોવા નજર તરસી ગઈ,
માર્ગમાં મળશે અગર, આસક્ત થઇને ચાલશું.

પ્રેમના એવા શિખર પર પ્હોંચશું કે એમના,
શ્વાસ, હૈયા ને રગેરગ રક્ત થઇને ચાલશું.

રાતદિ એની ઈબાદત, હરપળે એનું સ્મરણ
થઇ જશે એવી દશા તો ભક્ત થઇને ચાલશું.

આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (11)

સરસ ગઝલ.

ચોતરફ રણભેર વચ્ચે સ્વસ્થ થઇને ચાલશું,
પ્રેમની પાઈ મદિરા મસ્ત થઇને ચાલશું.

આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું.

Reply

વાહ્ ચાતક!
તમે તો કમાલ કરી!
પ્રેમની મદિરા પાઈ, આસક્ત થઇને પ્રેમના શિખર પર પહોંચી, એની ઈબાદત કરી, ભક્ત થઇને અવ્યક્ત થઇ જવાની કમાલ કરી!
કૈલાસપતિની જેમ!
ભાઈ વાહ્!

તમારી પાસેથી એક વધુ યાદગાર ગઝલ મળી તેનો આનંદ છે.

આનંદવિભોર કરતી સુંદર રચના !
આ શે’ર ખુબ ગમ્યો.
આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું….

અભિનંદન !

સરસ ગઝલ
રાતદિ એની ઈબાદત, હરપળે એનું સ્મરણ
થઇ જશે એવી દશા તો ભક્ત થઇને ચાલશું.

આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું.
વાહ્

સુંદર રદિફ અને એવી જ સુંદર માવજતસભર આસ્વાદ્ય ગઝલ.
-અભિનંદન દક્ષેશભાઇ…

Reply

સુઁદર ગઝલના મત્લા અને મક્તા જોમદાર બન્યા છે, અભિનન્દન.

Reply

વાહ! સુંદર ગઝલ!
સુધીર પટેલ.

Reply

આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું.
બહુ જ સુંદર અધ્યાત્મિક નિર્ઘોષ આ શેર માં વ્યક્ત થાય છે જે તમારી જીવનશૈલી ને ધ્યેયને બતાવે છે. આધ્યાત્મિક માર્ગે ચાલતા રહેલા કવિની વાત જ જુદી છે.

વેદનાઓ ધરબી ભીતરમાં મસ્ત બની ચાલશું .. સામા મળો તોયે સુનામી થઈને ય તારશું!!!!!

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.