Press "Enter" to skip to content

જિંદગી ધીરેધીરે સમજાય છે

પાનખરમાં પાન ખરતાં જાય છે,
જિંદગી ધીરેધીરે સમજાય છે.

જ્ઞાન બોધિનું મળે ચારે તરફ
બુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે ?

એક વીજળીનો ઝગારો લાવતાં,
આભને અંધાર આવી જાય છે.

હોઠથી પ્રારંભ પામેલી કથા,
આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?

રૂપ ને સૌંદર્યના સ્વામી બની,
ફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.

એ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,
નામ ‘ચાતક’નું હજી લેવાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

20 Comments

  1. Harishchandra Contractor
    Harishchandra Contractor October 1, 2010

    સુંદર રચના..વિચારો ઘણાં પ્રેરક લાગ્યાં. આવી જ સુંદર રચનાઓ થતી રહે. શુભાષિશ

  2. Paru Krishnakant 'Piyuni'
    Paru Krishnakant 'Piyuni' October 1, 2010

    સુંદર રચના …. અતિ સુંદર વિચારો …. સાચે જ જિંદગી ધીરે ધીરે સમજાય છે …… સમજાતી રહે છે………..તેના અંત સુધી.
    આપ પણ જરૂર થી પધારશો , મારા “જિંદગી” કાવ્ય ઉપર આપના પ્રતિભાવો જરૂરથી આપશો.
    http://piyuninopamrat.wordpress.com/2010/07/27/%E2%80%9C-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E2%80%9D/

    પારૂ કૃષ્ણકાંત “પિયુની”

  3. Sudhir Patel
    Sudhir Patel October 3, 2010

    વાહ! સુંદર ગઝલ માણવી ગમી!
    સુધીર પટેલ.

  4. Himanshu Patel
    Himanshu Patel October 3, 2010

    હોઠથી પ્રારંભ પામેલી કથા,
    આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?
    આ વધારે ગમ્યો છે..વાંચનપ્રિય ગઝલમાં…

  5. Sapana
    Sapana October 3, 2010

    સરસ ગઝલ!! પાન ખરતાં જોઇ આંસું ખરતાં લાગે ઈશ્વરનાં.. ઓકટૉબર.. ઊદાસીનો મહીનો. એમાં પાન ખરે જિંદગી સમજાય છે
    – સપના

  6. Dilip Gajjar
    Dilip Gajjar October 3, 2010

    પાનખરમાં પાન ખરતાં જાય છે,
    જિંદગી ધીરેધીરે સમજાય છે.
    ખુબ સુંદર ગઝલ માણવી ગમે તેવી ગઝલ અને આ પાનખર ઘણી પ્રેરક છે..
    હોઠથી પ્રારંભ પામેલી કથા,
    આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?
    વાહ સુન્દર શેર ..

  7. P Shah
    P Shah October 3, 2010

    સુંદર ગઝલ થઈ છે

    અભિનંદન !

  8. Pragnaju
    Pragnaju October 3, 2010

    રૂપ ને સૌંદર્યના સ્વામી બની,
    ફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.

    એ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,
    નામ ‘ચાતક’નું હજી લેવાય છે.

    વાહ
    યાદ આવ્યું
    પોતાની ઊર્મિના સાગર મહીં,
    એક છોકરી… ચાતક નજરે પ્રતિક્ષા કરે,
    ને છીપ સમું તરસે- સ્વાતિનું બુંદ એક,

    ક્યારે વરસે ?

  9. સરસ ગઝલ દક્ષેશભાઈ,
    બહુજ ગમી.
    એમાંય
    એક વીજળીનો ઝગારો લાવતાં,
    આભને અંધાર આવી જાય છે.
    આ તો એક લા-જવાબ અભિવ્યક્તિ……
    -અભિનંદન

  10. Kirtikant Purohit
    Kirtikant Purohit October 4, 2010

    આ શેર સાથે આખી ગઝલ માટે અભિનન્દન

    એક વીજળીનો ઝગારો લાવતાં,
    આભને અંધાર આવી જાય છે.

  11. Narendra Jagtap
    Narendra Jagtap October 5, 2010

    વાહ વાહ આખે આખી ગઝલ કાબિલે દાદ છે…બહોત અચ્છે.. અભિનંદન

  12. Dr Bipinchandra Contractor
    Dr Bipinchandra Contractor October 8, 2010

    સુંદર ગઝલ ! વાહ! અભિનંદન.દક્ષેશભાઈ,
    એમાંય
    એક વીજળીનો ઝગારો લાવતાં,
    આભને અંધાર આવી જાય છે.
    લા-જવાબ કાબિલે દાદ !

  13. Pancham Shukla
    Pancham Shukla October 8, 2010

    બહોત અચ્છે દક્ષેશભાઈ. સરસ ગઝલ બની છે.

  14. Ved
    Ved October 10, 2010

    JKM… its a fabulous poem truely appreciate your efforts.. though wasn’t able to catch essence of each line but the line
    ”હોઠથી પ્રારંભ પામેલી કથા,
    આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?”
    thats my fav.. keep up the good work kaku…

Leave a Reply to Sudhir Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.