તો શું કરો ?

daxesh
[હિમાચલ પ્રદેશમાં મીની સ્વીટ્ઝર્લેન્ડ ગણાતા ખજીયાર ખાતે ઝોમ્બીંગ (હવા ભરેલ મોટા ગોળામાં બેસીને ગબડવું) કરતા પૂર્વે લીધેલી તસવીર, એપ્રીલ 2010 ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.
(તરન્નૂમ સ્વર – રાજુ યાત્રી)

લાગણીઓ છળ કરે તો શું કરો ?
અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

સ્મિતની છેડો સિતારી સાજ પર
વેદનાનો સ્વર મળે તો શું કરો ?

હો સનાતન સાથ કેરી ઝંખના
દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

એ ઈબાદતની હશે તોહીન પણ
આંધળો ઈશ્વર મળે તો શું કરો ?

દેશભક્તિનો ઉઠાવો વાવટો,
થાંભલો કાફર મળે તો શું કરો ?

શ્વાસમાં દીપક જલાવો આશના
વાંઝિયા અવસર મળે તો શું કરો ?

એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
ઝાંઝવા સરવર મળે તો શું કરો ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

22 Responses to “તો શું કરો ?”

  1. Himanshu Trivedi Says:

    Waah…kya baat hai…bahoot achhe…

    Kharekhar Bahuj Saras Abhivyakti Chhe…

    Apart from that, reading about coming into space of this blog made a very interesting reading. All the best to all those who run this blog and do a lot of favour to people like us all around the world. God bless you.

    Himanshu from New Zealand

  2. વિવેક ટેલર Says:

    વાહ… વાહ.. સુંદર ગઝલ… આનંદ થયો…

  3. P Shah Says:

    વાહ ! સુંદર રચના !
    બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
    એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
    ઝાંઝવા સરવર મળે તો શું કરો ?
    આ મક્તાનો શેર ખૂબ ગમ્યો.
    અભિનંદન !

  4. Praful Thar Says:

    શ્રી દક્ષેશભાઈ

    “લાગણીઓ છળ કરે તો શું કરો ?
    અર્થહીન અક્ષર મળે તો શું કરો ?”

    વાહ ભઇ વાહ સુંદર શબ્દોની સુંદર ગઝલ !

    પ્રફુલ ઠાર

  5. Pancham Shukla Says:

    સુંદર ગઝલ. આકરા પ્રશ્નો રૂપે ઊંડું ચિંતન પ્રગટ થયું છે.

    ઝોમ્બિંગ વાળો ફોટો પણ ગમ્યો- આશા છે ઝોમ્બિંગનો અનુભવ રોચક રહ્યો હશે.

  6. Devika dhruva Says:

    એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
    ઝાંઝવા સરવર મળે તો શું કરો ?…ખુબ સરસ..

  7. Dr P A Mevada Says:

    સ્મિતની છેડો સિતારી સાજ પર
    વેદનાનો સ્વર મળે તો શું કરો ?
    ખૂબજ ગમી! પહેલી વાર તમારો બ્લોગ જોયો, ઘણો સારો છે.
    “સાજ” મેવાડા

  8. Pragnaju Says:

    ખૂબ સરસ
    હો સનાતન સાથ કેરી ઝંખના
    દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

  9. Chetu Says:

    લાગણીઓ છળ કરે તો શું કરો ?
    અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

    સ્મિતની છેડો સિતારી સાજ પર
    વેદનાનો સ્વર મળે તો શું કરો ?

    ખુબ જ સરસ રચના દક્ષેશભાઇ…!!

  10. Himanshu patel Says:

    લાગણીઓ છળ કરે તો શું કરો ?
    અર્થહીન અક્ષર મળે તો શું કરો ?
    આ વધારે શેર વધારે ગમ્યો, એમાં કવિતા છે અને ભાષાની અર્થહિનતા પણ છે.
    મળૉ મને @
    http://himanshupatel555.wordpress.com (my original poems)
    http://himanshu52.wordpress.com(translation of internatinal poems)
    thank you HP.

  11. Sudhir patel Says:

    ખૂબ સુંદર. ગઝલનો મત્લા અને મક્તા વધુ ગમ્યો!
    અભિનંદન, દક્ષેશભાઈ!
    સુધીર પટેલ.

  12. Harishchandra Contractor Says:

    સુંદર ગઝલ..
    ચાતકને તો તરસ્યા જ પ્રતીક્ષા કરવાની હોય છે. ક્યારેક ઝાંઝવાના જળથી પણ સુંદર સરોવર સાકાર બને.
    ખૂબ ખૂબ અભિનંદન..સહ આશીર્વાદ
    પપ્પા.

  13. kanchankumari. p.parmar Says:

    જીંદગીની સફરમાં હમસફર બેફિકર મળે તો શું કરો ?

  14. Amit Trivedi Says:

    ખૂબ જ સુંદર રચના . અભિનંદન બધા જ શેર સરસ છે – અમિત ત્રિવેદી

  15. preetam lakhlani Says:

    સુંદર ગઝલ..

  16. Narendra Jagtap Says:

    વાહ વાહ દક્ષેશભાઇ… બધા જ શેર ખુબ જ સરસ થયા છે… અભિનંદન

  17. Sanat Joshi Says:

    ખુબ સુન્દર રચના. અભિનંદન આવી સુન્દર કૃતિ બદલ. બધી જ પંક્તિઓ મનમોહક અને અર્થસભર. આવી સુન્દર રચના ફરી ફરી કરતા રહો.

  18. Tarun Says:

    રાજુ, બહુ સરસ …

  19. Om Pandya Says:

    સુન્દર ગઝલ અને ખુબ સુન્દર અવાજ. મન પ્રફુલિત થઈ ગયું.
    - ઓમ

  20. પ્રમથ Says:

    એકાદ શે’રને તો આપણે વખાણીએ
    આખી ગઝલ સુંદર મળે તો શું કરો?

  21. Pankaj Says:

    લાગણી છળ કરે તો ભલે કરે,
    શબ્દોથી સ્વર્ગ મળે તો શું કરો ?

  22. Vinubhai Mehta Says:

    બહુ ગમી, ગર્વ થશે આ ગુજરાતી પર.
    આભાર.

Leave a Reply