તમે મન મુકીને વરસ્યાં

116.jpg
મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
(સ્વર – નિશા ઉપાધ્યાય)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

- રચનાકાર ??

6 Responses to “તમે મન મુકીને વરસ્યાં”

  1. અભિષેક Says:

    ગીતના શબ્દો બહુ જ સરસ છે.

  2. દિનકર ભટ્ટ Says:

    આખા ગીતમાં અહંકાર મુક્ત સમર્પણ છે. અહંકાર મુક્તિ એ જ તો અધ્યાત્મ તરફ ઉડાન ભરવાનું ફલક છે.- સરસ

  3. preetam lakhlani Says:

    હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી….
    પ્રિય સંપાદકને….આ ગીત અહીં મુકવા બદલ……

  4. Manvant patel Says:

    સુંદર શબ્દો….સુંદર ગાન ! આભાર !

  5. Bharat Chauhan Dhandhuka Says:

    સરસ ગીત

  6. Vinay Mehta Says:

    ખુબજ સરસ. અમારા અભિનન્દન.

Leave a Reply