અમે ગીત ગગનનાં ગાશું
(સ્વર – સાધના સરગમ, આલ્બમ – હસ્તાક્ષર)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..
સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..
પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..
બાળક હાલરડા માગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..
- ઉમાશંકર જોશી
April 27th, 2010 at 2:58 pm
ઘણાં લાંબા સમય પછી આ ગીત વાંચવા મળ્યું. સાંભળવું પણ ગમ્યું. આભાર
June 14th, 2010 at 5:20 pm
ઘણા વખતથી આ ગીત સાંભળવાની ખેવના હતી. ગમ્યું.
આભાર