તમારા ચરણમાં
મિત્રો, આજે મારી રચેલ અને મને ગણગણવાને ખૂબ ગમતી એવી પ્રાર્થના-ગઝલ. આશા છે એ આપને પણ ગમશે.
હિમાલય રમે છે તમારાં ચરણમાં,
ને ભાગિરથી છે તમારાં ચરણમાં.
અશંકિત અમારા નમન કેમ ના હો,
તીરથ સૌ મળે છે તમારાં ચરણમાં.
નવો પ્રાણ આપે બુઝાતા દીપકને,
છે સંજીવની એ તમારાં ચરણમાં.
તમે છો અમારા સદા કાજ સાહિલ,
ને મંઝિલ અમારી તમારાં ચરણમાં.
જડાવીને જડતા થયાં શીલ જેવાં,
કરોને અહલ્યા, તમારાં ચરણમાં.
નથી કૈં અમારો ઉગરવાનો આરો,
ઉગારો, સજા દો, તમારાં ચરણમાં.
અમે સહુ તમારી કૃપાનાં જ ‘ચાતક’,
કે થોડી જગા દો, તમારાં ચરણમાં.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

April 1st, 2010 at 6:56 pm
સ્..ર્…સ્…ગઝલ્….મજા આવી ગઈ…..
April 1st, 2010 at 9:45 pm
“જડાવીને જડતા થયાં શીલ જેવાં” અને “કે થોડી જગા દો, તમારાં ચરણમાં” – આત્મ નિવેદન અને સમર્પણ એ નવધા ભક્તિના વિશિષ્ટ અંગોને “ચાતકે” સારી રીતે આત્મસાત કર્યા લાગે છે!
April 3rd, 2010 at 4:15 pm
સુંદર રચના. સહજ પ્રાર્થના.
April 7th, 2010 at 8:14 pm
જડાવીને જડતા થયાં શીલ જેવાં,
કરોને અહલ્યા, તમારાં ચરણમાં.
વાહ્…વાહ્ ખૂબ સરળ અને સુંદર રચના.
-સ્નેહા- અક્ષિતારક
April 14th, 2010 at 7:10 am
No audio for this poem?
April 27th, 2010 at 3:04 pm
તમે છો અમારા સદા કાજ સાહિલ,
ને મંઝિલ અમારી તમારાં ચરણમાં.
વાહ .!
May 1st, 2010 at 10:39 am
ખુબ સરસ
મજા આવી