સમય વીતી ચુકેલો છું

પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં.
(આલ્બમ-અસ્મિતા)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું એવી ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

COMMENTS (8)
Reply

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
ધણી સરસ ગઝલ્ આ પેલા પણ વાચી છે અને આજે વાચી ત્યારે પણ પેલા જેટલી જ ગમી છે……જેણે આ ગઝલ અહી મુકી છે એને મારા સલામ ……..!!!

Reply

પુજય વડિલ બધુ પ્રિય મનહર ભાઈનો સ્વર મને ફરી ફરી સાંભળવો ગમે છે….જીવનમાં આ ગઝલ સાંભળ્યા બાદ બે વસ્તુમાં ડુબવાનું મન થાય…એક પ્રેમમાં અને બીજુ સંગીતમાં….

પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું…….
નાઈસ ગઝલ…..
હવે, અન્યના પરિચયો માટે પધારો “ચંદ્રપૂકાર”પર, અને વાંચો “વ્યક્તિ પરિચય-મિત્રતા”ની પોસ્ટો…આવશોને, મતિક્ષાબેન ?
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી (ચંદ્રપૂકાર)
Hope to see you soon !

વધતી ઉંમરે કમર ભલે ઝુકી જાય પણ શીશ હંમેશા ઉંચુ રહે એજ બહુ મોટી વાત છે….

Reply

Excellent Gazal with superb song.Very happy to hear in manchester.
Gulam abbas [Nashad], you are really making great gazals.We have
spend our life with respect and understanding.This is the time when
we have to develop our relation with the supreme.
My regards to Nashad,he is my bossom friend of seventies and had
worked in the great instuitute like State bank of India.
Good luck and wish best health from far of Baroda.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

સુંદર,આ જ તો ખુમારી છે જે જિંદગી આખી મસ્તક ઉંચુ રાખાવા શક્તિ આપે છે.

Reply

સુન્દર ગઝલ. શત શત વંદન.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.