રામ તમે સીતાજીની તોલે ન આવો

Lord Ram
પુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ ઉણા જ ઉતરે. અવિનાશભાઈનું બહુ પ્રસિદ્ધ થયેલ આ ગીત સાંભળો આશા ભોંસલેજીના સ્વરમાં.
(સંગીત : અવિનાશ વ્યાસ, ફિલ્મ: મહેંદીનો રંગ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.

- અવિનાશ વ્યાસ

10 Responses to “રામ તમે સીતાજીની તોલે ન આવો”

  1. Mahalata Says:

    ખૂબ સરસ..ખૂબ ગમ્યું. ખરેખર રામ તમે સીતાજીની તોલે ના આવો…

  2. Pancham Shukla Says:

    Ever green song.

  3. Dilip Says:

    પ્રથમ અઢી અક્ષરનું નામ જ જ્યાં સાંભળતા હૃદય ગદગદ થઈ જવાયું ત્યાં આગળ તો શી વાત કરવી. અદ્તભૂત રચના રાખવા બદલ દક્ષેશ તથા મીતિક્ષાનો ખુબ ખુબ આભાર.

  4. Tadrash Says:

    એક પુરુષ પ્રધાન સમાજને આવી સમજની જરૂર છે. માણસ થઈને ભગવાનને પડકાર્યા, ખરેખર ભગવાનના ઈશ્વર તત્વની નહીં પણ આ સમાજની સુષુપ્તતાની જગાવવાનો એક અદનો પ્રયત્ન. Congratulations and Thank you.

  5. Sapana Says:

    સરસ ગીત !! કાચા કાનના ભગવાન!! સાવ સાચી વાત… સીતાજીને તોલે ન આવે…પણ પ્રેમ બધું હરાવે…
    - સપના

  6. Kanchankumari Parmar Says:

    રામજીના ગુણલા આખી જિંદગી ગાયા પણ સીતાજીને તો આજ ઓળખ્યા.

  7. Dr. Sudhakar Hathi Says:

    ગુજરાતી ગીતોમાંથી સૌથી સુન્દર ગીત.

  8. Dr Lenin Baburajan Says:

    I like this song as it describes greatness of Sita mata.

  9. Viral Says:

    This song / Bhajan written by Late Shri Ravji Patel while he was hospitalised

  10. Hiral Says:

    i like song very much. i also want to hear another songs sung by aasha bhonsle.

Leave a Reply