દીકરી તો પારકી થાપણ કહેવાય

parki thapan
ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત સમી ઘટના છે, એનું સંવેદનાસભર ચિત્રણ આ ગીતમાં થયેલ છે. આ ગીત સાંભળી દરેક સ્ત્રીને પોતાના લગ્ન સમયે પિયરમાંથી વિદાય થવાની ઘટના યાદ આવે અને દરેક પુરુષને પોતાની બેન કે પુત્રીને આપેલી વિદાય સાંભરશે. (ફિલ્મ: પારકી થાપણ; સંગીત: ગૌરાંગ વ્યાસ; સ્વર: લતા મંગેશકર )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

- અવિનાશ વ્યાસ

9 Responses to “દીકરી તો પારકી થાપણ કહેવાય”

  1. Paresh Says:

    excellent collection.

  2. Jayesh Upadhyaya Says:

    જરા ચકાસી જોશો. મારી જાણ મુજબ આ ગીત ઉષા મંગેશકરે ગાયું છે.

  3. પરાગ સોની Says:

    બહુ સરસ……

  4. Bhargavi Lenin Vaishnav Says:

    બહુ જ સરસ…. બહુ જ ગમ્યુ.

  5. Dr. Lenin Baburajan Says:

    બહુજ સરસ

  6. Anil Patel Says:

    Excellent song from Avinashji collections.

  7. firoz brahmbhatt Says:

    વોટ એ ગીત.

  8. Mamta Tulsiram Joshi Vasaivala Says:

    પિતાના કુલની અને પતિના કુલની લાજ જે દિકરીઓ પોતાનું કર્તવ્ય સમજી સંબંધ સાચવે છે તેવી કાળજાના કટકાને માતાપિતાની લાગણી અને પ્રેમસભર આ ગીત રડાવી ગયું.

  9. Ami - Kiran Says:

    Thank you Mitixaben ..

Leave a Reply