વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે
આ પવિત્ર પર્વદિવસોમાં આ સુંદર પ્રાર્થના સાંભળીએ.
(આલ્બમ : પ્રાર્થનાપોથી-2; પ્રકાશક : સૂરમંદિર )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ.
પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને … વંદન કરીએ.
ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે … વંદન કરીએ.
પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે … વંદન કરીએ.
October 23rd, 2009 at 1:06 am
સુંદર પ્રાર્થના !
October 29th, 2009 at 9:53 pm
ભાવભરી પ્રભુ ભક્તિ વંદના.ખૂબ જ સરસ.
સુંદર બ્લોગ,માણવી ગમે એવી કાવ્ય સરિતા.
આભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
November 4th, 2009 at 10:19 pm
Beautiful prarthna, soulful singing. Whose voice is this? Thanks a lot for sharing.