Press "Enter" to skip to content

માણીગર મુરલીવાળો શ્યામ


આજે અમિત ત્રિવેદી રચિત એક ગરબો. મીતિક્ષા.કોમના વાચકો માટે એને મોકલવા બદલ અમિતભાઈનો આભાર. અમિતભાઈની વેબસાઈટની મુલાકાત લેવા અને વધુ ગરબાઓ સાંભળવા અહીં જુઓ
[સ્વર – ધ્વનિત જોશી]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માણીગર મુરલીવાળો શ્યામ … ઓ શ્યામ… ઓ શ્યામ…

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલછોગાળો શ્યામ

કુંજ ગલીમાં તું અટકી જાતો, ગોકુળિયે તું કેમ ન આવે ?
યમુનાજીએ તને મારગ દીધો, યાદ તને એ કેમ ન આવે ?
માણીગર મુરલીવાળો શ્યામ

કલરવની કેડીએ અમે તો એકલા, સુણીએ છીએ અમે તારા ધબકારા
મુરલીના સુરોના આછા અજવાળા, ચીંધે ગોપીઓને મારગ પરબારા
માણીગર મુરલીવાળો શ્યામ

ગોપીઓના મનડે ઘૂમતો, રમતો લાગે છે અતિ સુંદર
રમતો લાગે છે અતિ સુંદર, છબીલો છેલ છોગાળો શ્યામ

– અમિત ત્રિવેદી

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.