જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો
આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે માણીએ. (સ્વર – અચલ મહેતા)
વડોદરાના ગરબાની મજા માણવા Channel M સાંભળવાનું ચુકશો નહીં.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જમુનાને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાય રે…
વાંસળીના સૂર સૂણી, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાય રે…
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાય રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાય રે
મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે

September 30th, 2009 at 12:35 am
This is indeed a very beautiful song with equally powerful singer with a very melodious voice by Achal Mehta. Meera thai tuj ma samai jau – ultimate submission for the beloved. What emotions and samarpan? Outstanding song. Thanks for placing on mitixa.com You are sharing happiness all around. Congratulations.
October 25th, 2009 at 6:56 pm
This is one of the best one I heard after a long time. Achal Mehta has indeed justify the lyrics. Is there any album by him ? Like to hear voice in other bhajans, garba and songs.
April 27th, 2010 at 12:01 pm
મારું મનગમતું રાસમાંનું એક આ છે.
May 2nd, 2010 at 12:29 am
VERY SWEET !!!!!!!!!!!
February 15th, 2011 at 6:26 am
ખૂબ સરસ