વિચિત્ર ન્યાય છે

tara saher ma
જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં.
[આલ્બમ - તારા શહેરમાં]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે
દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે

એકાંત, મૌન, શૂન્યતા, અંધારુ કે સ્વયં ?
આ કોના ડરથી જોરથી વાતો કરાય છે?

અસ્પષ્ટતાને જોઈને તું જ પાસ આવ
મારો અવાજ શાહીમાં ખરડાય જાય છે

- જવાહર બક્ષી

3 Responses to “વિચિત્ર ન્યાય છે”

  1. Dilip Says:

    સુંદર ગાયિકી અને રચના. આભાર.. દક્ષેશની પ્રતિક્ષા છે….

  2. sapana Says:

    દક્ષેશભાઈ,
    ખૂબ સરસ ગઝલ.સવારના પહોરમાં વાંચી. દિવસ સારો જશે.
    આભાર

  3. sapana Says:

    દક્ષેશભાઈ,
    તમે મારાં બ્લોગમાં આવ્યાં અને તમારો પ્રભાવશાળી પ્રતિભાવ આપ્યો એ બદલ તમારો આભાર. હૈયાવરાળ ક્યારેક શબ્દો બની જાય છે.તમારી વાતમાં તથ્ય પણ છે અને મને ફરી ઉઠવાની શક્તિ પણ આપી છે. પણ ક્યાં સુધી ફરી પડવાનૂ તો છે જ!
    આભાર.
    સપના

Leave a Reply